Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

તમે કમ્પ્યૂટર પર કામ કરો છો...?તો સાવધાન થઈ જાઓ

દિવસે-દિવસે વધતા જતા મશીનીકરણને લીધે માનવીના શરીર ઉપર અનેક નકારાત્મક અસર પડવા લાગે છે. આ ટેક્નોલોજીના વિકાસને તો રોકી નથી શકાતો પરંતુ તેની સાથે સામંજસ્ય બેસાડીને પોતાના શરીર અને મન-મસ્તિસ્કની ખરાબ અસરોને ચોક્કસપણે રોકી શકાય છે.

મોબાઈલ કે કમ્પ્યૂટરના કી-બોર્ડનો વધુ પડતો ઉપયોગ ગંભીર સ્નાયુ બીમારી કાર્પલ ટનલ સિન્ડ્રોમ(સીટીસી)નું કારણ બની શકે છે. આ બીમારી ગર્દન, કમર, આંગળા અને કાંડા જેવા શરીરના જુદાં-જુદાં સાંધાઓ ઉપર વારંવાર ખેચાણ આવવાથી કે ચોટ લાગવાથી થાય છે.

મોબાઈલ અને કમ્પ્યૂટર આજે લોકો, ખાસ કરીને યુવાનોના જીવનનો ભાગ બની ગયો છે. ગેમ રમવી, એસએમએસ કરવા અને ઇન્ટરનેટ સર્ફ કરવું તે યુવાનોની સૌથી ફેવરિટ એક્ટિવિટી બની ગઈ છે. તેમને તો એ પણ ખબર નથી કે તેમની આ એક્ટિવિટી તેમના કાંડા અને આંગળીઓને બેકાર બનાવી શકે છે.

કેવી રીતે બચશોઃ-

-કમ્પ્યૂટરની સામે લગાતાર બેસવાને બદલે દર 1-2 કલાકે નાનકડો બ્રેક લો.

-વચ્ચે-વચ્ચે હાથોમાં એકબીજા સાથે મસળો, એકબીજા હાથથી મસાજ કરો, તેનાથી એક્યુપ્રેશર પણ થશે અને બ્લડ સરક્યુલેશન પણ સુધરશે.

-દર એક-બે કલાકની વચ્ચે આંખો બંધ કરી વિચાર શૂન્ય થઈ ધ્યાન કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો