Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

માનસિક શાંતિ માટે અપનાવો આ 5 ટિપ્સ


હિંદુ ધર્મમાં અનેક પરંપરાઓ પ્રચલિત છે. આ પરંપરાઓ પાછળ માત્ર ધાર્મિક જ નહી પરંતુ વૈજ્ઞાનિક કારણો છે.

આમાંથી અમુક એવી પરંપરાઓ છે જેના અનુસાર જીવનનિર્વાહ કરવાથી માનસિક શાંતિ મળે છે આ પરંપરાઓ આ પ્રકારે છે.


બ્રહ્મમુહૂર્તમાં ઉઠવાની પરંપરા ઘણી જુની છે. આ કારણ આ પ્રકારે છે – રાત્રિના અંતિમ પ્રહરને બ્રહ્મમુહુર્ત કહે છે. આપણા ઋષિમુનીઓએ આ મુહૂર્તનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આના અનુસાર આ સમય નીંદ્રાત્યાગ માટે સર્વોત્તમ છે. બ્રહ્મ મુહૂર્તમાં આનું વિશેષ મહત્વ આપવામાં આવ્યુ છે જેનાથી સૌંદર્ય, બળ,વિદ્યા,બુદ્ધિ અને સ્વાસ્થયની પ્રાપ્તિ થાય છે.
 

સવારે ઉઠતાંની સાથે સૌથી પહેલાં આપણે આપણા હાથોના દર્શન કરવા જોઇએ. શાસ્ત્રોમાં કર્મને પ્રધાન ગણવામાં આવ્યુ છે અને હાથોથી જ કર્મ કરવામાં આવે છે. એ સાથે એક માન્યતા એવી પણ માન્યતા છે કે આપણા હાથોમાં વિષ્ણુ, લક્ષ્મી અને સરસ્વતીનો વાસ હોય છે. સવારે – સવારે આના દર્શન કરવાથી દિવસ સારો રહે છે. આનાથી મનને શાંતિ મળે છે.
 

મંદિરમાં વાગનારા નાદ એટલે કે શંખ,અને ઘંટનો રણકાર વાતાવરણને શુદ્ધ બનાવે છે. કહે છે કે મંદિર જવાથી આત્માને શાંતિ મળે છે, ત્યાં પ્રસરી રહેલા ધુપ, બત્તીની સુગંધ વાતાવરણને શુદ્ધ બનાવે છે. આમ મંદિરમાં લગભગ દરેક એવી વસ્તુઓ હોય છે જેનાથી આપણને સકારાત્મક ઊર્જા મળે છે. આપણે જ્યારે મંદિરમાં જઇએ ત્યારે ત્યાં રહેલી સકારાત્મક ઊર્જાનો પ્રભાવ આપણી પર પડે છે અને આપણને અંદર એક અવર્ણનીય શાંતિ અનુભવાય છે.
 

અષ્ટાંગ યોગના વિદ્વાનો અનુસાર ધ્યાનથી આપણે પોતાને નિખારી શકીએ છીએ. સવારનો સમય એ આપણા શરીર અને મન બન્ને સ્ફુર્તિથી ભરેલા હોય છે. સવારે અનુભવાતી તાજગીમાં આપણા મગજમાં કોઇપણ પ્રકારનું દબાણ હોતું નથી. સવારે ધ્યાન કરવાથી કોઇપણ પ્રકારની વાતો અને વિચાર આપણા મગજમાં આખો દિવસ ચાલતા નથી જેનો આપણા સ્વાસ્થય અને વ્યવહાર પર સકારાત્મક પ્રભાવ પડે છે.
 
 
 
રાતે સુતા પહેલા ભગવાનનું સ્મરણ કે મંત્ર જાપ કરો એનાથી ઘેરી ઊંઘ આવે છે અને માનસિક શાંતિ મળે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો