Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

સુખ-સમૃદ્ધિ જોઈએ તો, ઘરમાં રાખો ફિશ એક્વેરિયમ

વર્તમાન સમયમાં ઘરની સજાવટ માટે અનેક પ્રકારના ઉપાય કરવામાં આવે છે. ફિશ એક્વેરિયમ લગાવીને પણ ઘરની શોભા વધારવામાં આવે છે. પરંતુ ફિશ એક્વેરિયમ માત્ર ઘરની સુંદરતા જ નથી વધારતું પણ ઘરના વાસ્તુદોષ પણ સમાપ્ત કરે છે. ફેંગશૂઈ પ્રમાણે ઘરમાં ફિશ એક્વેરિયમ રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે.

-ઘરમાં એક નાના એક્વેરિયમ(માછલીઘર)માં સોનેરી માછલીઓ પાળવી સૌભાગ્યશાળી માનવામાં આવે છે.

-ફેંગશૂઈમાં માછલી સફળતા અને વ્યવસાયનું પ્રતિક માનવામાં આવે છે.

-ધ્યાન રહે કે એક્વેરિયમમાં આઠ માછલીઓ સોનેરે અને એક કાળા રંગની હોય છે. જો કોઈ સોનેરી માછલી મરી જાય તો એવું માનવામાં આવે છે કે ઘરમાં કોઈ મુસિબત તેને પોતાના માથે લઈ લીધી હતી. એટલે સોનેરી માછલી સોનેરી માછલીનું મરવું અપશુકનિયાળ નથી હોતુ.

-એક્વેરિયમને મુખ્ય દ્વારા-દરવાજાની નજીકમાં ન રાખવું જોઈએ.

-ઉત્તર-પૂર્વ ભાગ ધનસંપત્તિનો તથા સમૃદ્ધિદાયક ભાગ છે. તે જળતત્વનું પ્રતીક છે.

-આ ભાગમાં એક્વેરિયમ રાખવું ઉત્તમ અને શુભ હોય છે. આ સમૃદ્ધિ, સંપત્તિ અને સફળતા આપે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો