Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

કન્યાને લગ્નમાં કેમ શ્રીગણેશ આપવા ન જોઈએ?


 
લગ્ન અર્થાત્ નાચવું-ગાવું, ઉત્સાહ અને ઉંમગથી ભરેલ એક સમારોહ જેમાં બે દિલ કે બે લોકો જ નહીં પણ બે પરિવાર સંબંધોના પવિત્ર બંધનમાં બંધાઈ જાય છે. હિન્દુ પરંપરા પ્રમાણે પુત્રીઓના લગ્નમાં તેના પિયરવાળા તરફથી અનેક ઉપહાર લગ્ન નિમિત્તે પુત્રીને આપવામાં આવે છે. માતા-પિતાનું સપનુ હોય છે કે તેમની પુત્રી સાસરીમાં હંમેશા ખુશ રહે. તેને કોઈ પણ પ્રકારની કોઈ ખોટ ન પડે.

આ વિચારસરણીને કારણે જ મોટાભાગના લોકો લગ્નમાં પોતાની પુત્રીને સોના, ચાંદી કે અન્ય પ્રકારના ભગવાનની મૂર્તિઓ પણ ભેટમાં આપે છે.

આધુનિક યુગમાં ગિફ્ટના રૂપમાં સૌથી વધુ ચલણમાં છે શ્રીગણેશની મૂર્તિ, કારણ કે ગણેશજીને રિદ્ધિ-સિદ્ધિના દાતા માનવામાં આવે છે. એટલે ગણેશજીની મૂર્તિ આપવામાં આવે છે. પરંતુ આપણા વડીલ લોકોની આ બાબતે એવી માન્યતા છે કે પુત્રીને લગ્નમાં પિયરવાળા તરફથી ઉપહારમાં ક્યારેય પણ શ્રીગણેશજીની મૂર્તિ આપવી ન જોઈએ કારણ કે પુત્રીઓ ઘરની લક્ષ્મી હોય છે અન તેમને જો ગણેશજી ભેટ કરવામાં આવે તે રિદ્ધિ-સિદ્ધિ તેમની સાથે ચાલ્યા જાય છે કારણ કે શાસ્ત્રો પ્રમાણે એવી માન્યતા છે કે જ્યાં ગણેશજીનો નિવાસ હોય ત્યાં લક્ષ્મીજીનો નિવાસ હોય છે. એટલે પુત્રીઓના લગ્નમાં ઉપહારમાં ગણેશજી આપવા ન જોઈએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો