Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

અનેક રોગોમાં રામબાણ ઈલાજ, સ્વાદિસ્ટ વરીયાળી !

શું તમે જાણો છો કે વરિયાળી આપણા શરીર માટે કેટલી લાભદાયક છે, વરિયાળીમાં અનેક ઔષધિય ગુણો મોજુદ હોય છે જે બધાના સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. મોટા હોય કે નાના દરેકના સ્વાસ્થ્ય માટે મોટા લાભકારી હોય છે.

1-મગજને લગતા રોગો માટે વરિયાળી ખૂબ લાભકારી હોય છે. તેના નિરંતર ઉપયોગથી આંખો નબળી નથી પડતી અને મોતિયાબિનની સમસ્યા નથી રહેતી.

2-ઊલટી, ઉબકા આવવા, જલન, ઉદરશૂળ પિત્ત વિકાર મરોડ વગેરેમાં વરિયાળીનું સેવન ખૂબ જ લાભદાયી હોય છે.

3-રોજ સવાર અને સાંજે દસ ગ્રામ વરિયાળી ગળપણ મેળવ્યા વગર ચાવવાથી રક્ત સાફ થાય છે અને ત્વચાનો રંગ પણ સાફ થઈ જાય છે.

4-હાથ-પગમાં બળતરાની ફરિયાદ થાય ત્યારે વરિયાળી થોડી ખાંડીને સાકર મેળવી લો. ખાધા પછી રોજ પાણી સાથે એક ચમચી રોજ લેવાથી આ ફરિયાદ દૂર થઈ જાય છે.

5-જો તમારા બાળકોને પેટ ચડી જવાની ફરિયાદ હોય, અપચો, મરોડ અને દૂધ બહાર કાઢવાની ફરિયાદ હોય તો બે ચમચી વરિયાળી પાવડરને 200 ગ્રામ પાણીમાં સારી રીતે ઉકાળો અને ઠંડુ કરી બાટલીમાં ભરી લો. આ પાણી એક-એક ચમપી દિવસમાં બે વાર પીવડાવવાથી બધી ફરિયાદો દૂર થઈ જાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો