Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

છઠ્ઠી મેના દિવસે ‘મંત્રાત્મક’ ધ્યાનથી મેળવો અઢળક ધન

6 મે અખાત્રીજનો દુર્લભ યોગ સર્જાઈ રહ્યો છે. આ એવો યોગ છે જેમાં કરવામાં આવતી બધી સાધનાઓ સફળ થવાની સંભાવનાઓ ખૂબ જ હોય છે. એવી વખતે આપણે આપણી આર્થિક નબળાઈ દૂર કરવાના મહત્વપૂર્ણ ઉપાય કરવા જોઈએ.

આપણે બધા સમયની સાથે વધતી જરૂરિયાતોને પૂરાં કરવા માટે વધુ ધન-સપંત્તિની જરૂરિયાત હોય છે. આ કારણે બધાએ ધનની દેવી મહાલક્ષ્મીની કૃપા જોઈતી હોય છે. દેવતાઓના કોષાધ્યક્ષ કુબેરદેવ જ આપણી ધનને લગતી પરેશાનીઓ દૂર કરતા હોય છે. તેમની કૃપા માટે ધ્યાનની અજેય શક્તિ એક કારગાર ઉપાય હોઈ શકે છે. ધ્યાન માત્ર શ્રદ્ધા અને આસ્થાની જ વાત નથી, આ એક વિજ્ઞાન પણ છે. જેને આપણે અવોઇડ ન કરી શકીએ.

ધનશક્તિ છે તથા દરેક શક્તિના એક સૂક્ષ્મ દેવતા હોય છે. સમસ્ત દેવતાઓના કોષાધ્યક્ષ કુબેરદેવ એવા જ સૂક્ષ્મ દેવતા છે. નીચે આપેલી મંત્રાત્મક ધ્યાન વિધિથી કુબેરદેવ વ્યક્તિને અનુકૂળ થાય છે તથા કુબેર દેવતા પ્રસન્ન થાય ત્યારે માનવીને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થવા લાગે છે.

આ ધ્યાન સફળ બનાવવા માટે ઉપાસકે સવારે વહેલા સૂર્યોદયના સમયે પૂર્વાભિમુખ થઈ બેસવું જોઈએ. કુબેરદેવનું ધ્યાન કરવા માટે કોઈ પણ સુવિધાજનક આસન ઉપર બેસી જાઓ. હવે પ્રણાયામની ક્રિયા પૂરક એને રેચક સમ્પન્ન કરો. હવે મનને એકાગ્ર કરવા માટે નીચે આપેલ કુબેર ગાયત્રી મંત્રની સાથે ધનના દેવતા કુબેરનું ધ્યાન કરો.

धनाधिपति विद्महे, श्री वरदाय धीमही।
तन्नो कुबेरदेव प्रचोदयात्।

આ પ્રકારે કરવામાં આવતા મંત્રાત્મક ધ્યાનથી ધનના દેવતા કુબેર પ્રસન્ન થઈ જાય છે તથા સાથે જ દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થવા લાગે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો