Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

કંકુના ચાંલ્લા પર આપણે ચોખા કેમ લગાડવાં જોઇએ

હિંદુ ધર્મમાં પૂજનથી જોડાયેલી અનેક પરંપરાઓ છે.

આમાથી એક પરંપરા છે પૂજન વખતે માથા પર કંકુનો ચાલ્લો લગાડી અને તેના પર ચોખા લગાડવાની અને ચોખા લગાડી પાછળ ફેંકવાની.


આ તિલક કપાળ પર નાના ચાંલ્લા રૂપે બન્ને ભ્રમરો વચ્ચેના ભાગમાં લગાડવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તિલક લગાવાથી મનને શાંતિ,તરાવટ અને શીતળતા મળે છે.

માથામાં સેરાટોનિન અને બીટાએંડોરફિન નામના રસાયણોને સંતુલન હોય છે.

મેઘા શક્તિ વધે છે અને માનસિક થાક નથી લાગતો.સાથે કંકુનો ચાંલ્લો કરવાથી ત્વચાના રોગોમાંથી મુક્તિ મળે છે.

ચોખા લગાડવાનું મુખ્ય કારણ એ છે કે ચોખાએ શુદ્ધતાનું પ્રતીક છે અને ચોખા માથા પરથી ફેંકવાનું કારણ એ છે કે ચોખા હવનમાં દેવોને ચઢાવવામાં આવે છે અને શુદ્ધ અન્ન માનવામાં આવે છે,

વળી એવી માન્યતા પણ છે કે કાચા ચોખા સકારાત્મક ઊર્જાનું પ્રતીક છે.

આ કારણથી કંકુના ચાંલ્લા પર ચોખા ચઢાવવામાં આવે છે સાથે પાછળ એટલા માટે ફેંકવામાં આવે છે કે આપણી આસપાસ રહેલી નકારાત્મક ઊર્જાને સકારાત્મક ઊર્જામાં પરિવર્તિત કરી શકાય

અને આપણે સકારાત્મક વિચારોથી જીવીએ અને નકારાત્મક વિચારો આપણી પાસે પણ ના આવે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો