Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

સંકટનાશક છે વીર હનુમાનના આ 5 સરળ મંત્રો

હનુમાન ભક્તિની સૌથી લોકપ્રિય સ્તુતિ શ્રીહનુમાન ચાલીસાની ચોપાઈમાં શ્રીહનુમાને સંકટમોચક રૂપમાં બતાવતા લખ્યું છે કે...

संकट कटै मिटै सब पीरा। जो सुमिरै हनुमत बलबीरा।।

જેનો સરળ શબ્દોમાં અર્થ થાય છે શ્રીમહાવીર હનુમાનનું સ્મરણ કરવાથી આપણા બધા જ દુઃખ દર્દ મટી જાય છે. વાસ્તવમાં હનુમાન રુદ્ર અવતાર છે. રુદ્ર અથવા શિવ પણ દુઃખહર્તા અને કલ્યાણકારી માનવામાં આવે છે. સમુદ્ર મંથનમાં નિકળેલા ઘાતક વિષનું પાન હોય કે ગંગાના ભીષણ પ્રવાહને જટામાં ધારણ કરવાનું, શિવ હંમેશા જગતનું રક્ષણ કરે છે.

રુદ્ર રૂપ હોવાથી શ્રીહનુમાન પણ આવા જ સંકટમોચક શક્તિઓ અને ગુણોના સ્વામી છે. જો તમે પણ શરીર, ધન, પરિવાર, કાર્યક્ષેત્ર, વેપાર, વ્યવસાય સાથે જોડાયેલ કોઈ સંકટ કે મુશ્કેલીથી ઝૂઝી રહ્યા હોવ તો તે વખતે મહાવીર હનુમાનની ઉપાસના ખૂબ જ રાહત આપનારી સાબિત થાય છે. આ ઉદ્દેશ્યથી જ અહીં કેટલાક શ્રીહનુમાનના સરળ મંત્રો બતાવવામાં આવ્યા છે જે ખૂબ જ અચૂક છે.

રવિવાર આમ તો સૂર્યની ઉપાસનાનો દિવસ હોય છે, પરંતુ શાસ્ત્રોમાં સૂર્યદેવ શ્રીહનુમાનના ગુરુ છે. એટલે આ દિવસે સૂર્યનું ધ્યાન કરી શ્રીહનુમાનના આ મંત્રોનો જાપ કરો. આ મંત્ર તમે કોઈ પણ સંકટના સમયે બોલી પોતાનું રક્ષણ કરી શકો છો.

-રવિવારના સવારમાં વહેલા ઊઠી સ્નાન કરી પવિત્ર થઈ જાઓ, ભગવાન સૂર્યદેવને પરિવત્ર જળ ભરેલા કળશથી પૂર્વ દિશા તરફ મો કરી અર્ધ્ય આપો. સૂર્યની પ્રતીમાને ગંધ, ફૂલ અર્પિત કરો.

-ત્યારબાદ ઘર કે મંદિરમાં શ્રીહનુમાનની સામાન્ય પૂજા કરો. જેમાં પવનપુત્રને સિંદૂર, લાલ ચંદન, અક્ષત, ફૂલ, લાલ વસ્ત્ર અર્પિત કરો. ગોળ-ચણાનો ભોગ લગાવો અને શ્રીહનુમાનના આ સરળ મંત્રોની યથાશક્તિ જાપ કરો...

- ॐ महाबल पराक्रमाय नम:

- ॐ सर्वबन्धविमोक्त्रे नम:

- ॐ सर्वदु:खहराय नम:

- ॐ महाकायाय नम:

- ॐ चिरंजीविने नम:


-પૂજા અને મંત્ર પછી શ્રીહનુમાન અને સૂર્યદેવની આરતી ધૂપ, દીપ, કર્પૂરથી કરો.

-છેલ્લે ક્ષમા પ્રાર્થના કરી કષ્ટ-પીડાઓથી રક્ષણ કરવા માટે કામના કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો