Translate

બુધવાર, 22 ફેબ્રુઆરી, 2012

અશાંત થવુ પુરૂષની પ્રકૃતિ છે

અશાંત થવુ પુરૂષની પ્રકૃતિ છે





જીવ શાસ્ત્રી કહે છે કે પુરૂષમાં એક પ્રકારની તણાવ-સ્થિતિ છે, સ્ત્રીમાં એવી તણાવ સ્થિતિ નથી. જીવન વૈજ્ઞાનિકોને અનુસાર જે બે અણુઓના મિલન વડે જીવાણુઓના મિલનથી, વ્યક્તિનો જન્મ થાય છે તે દરેક જીવાણુંમાં ચોવીસ કોષ્ઠ હોય છે. જો ચોવીસ ચોવીસ કોષ્ઠના બે પરમાણું મળે છે તો સ્ત્રીનો જન્મ થાય છે. અમુક કોષ્ઠ ત્રેવીસ પરમાણુંવાળા હોય છે. જો ત્રેવીસ અને ચોવીસ એવા બે પરમાણું મળે તો પુરૂષનો જન્મ થાય છે. પુરૂષમાં સંતુલન થોડુક ઓછુ છે. એક બાજુ ચોવીસ કોષ્ઠ છે, એક બાજુ ત્રેવીસ કોષ્ઠ છે. સ્ત્રી સંતુલિત છે. બંને કોષ્ઠ ચોવીસ ચોવીસ છે.

જીવ વૈજ્ઞાનિક કહે છે કે સ્ત્રીના સૌદર્યનું કારણ સંતુલન છે. વધારે સંતુલન, વધારે બેલેંસ્ડ. આ જ કારણ છે સ્ત્રીની ધીરજ, સહનશીલતા પુરૂષ કરતાં વધારે છે અને આ જ કારણને લીધે પુરૂષ સ્ત્રીને દબાવવામાં સફળ થયો છે કેમકે બેચેની તેનો ગુણ છે, તે જે ત્રેવીસ અને ચોવીસનું અસંતુલન છે, જે તણાવ છે, તે જ તેનો આક્રમક બની જાય છે. અને પુરૂષ આખુ જીવન સંતુલનની શોધ કરી રહ્યો છે.

એટલા માટે ખુબ જ મજાની વાત છે કે સ્ત્રીઓએ બુદ્ધ, મહાવીર, કૃષ્ણ, જીસસ પેદા નથી કર્યા. પુરૂષે કર્યા છે. તેનું ખુબ જ મૌલિક કારણ તે છે કે પુરૂષની શોધ જ છે શાંતિ માટેની, સ્ત્રીની કોઈ શોધ નથી. શ્ત્રી સ્વભાવથી શાંત છે, અશાંતિ વિભાવ છે. તેને ચેષ્ટા કરીને અશાંત કરી શકાય છે. પુરૂષ સ્વભાવથી અશાંત છે અને તેને ચેષ્ટા કરીને શાંત કરી શકાય છે. એટલા માટે બુદ્ધ પુરૂષોમાં પેદા થશે, સ્ત્રીમાં પેદા નહિ થાય. પુરૂષ ચેષ્ટા કરી રહ્યો છે નિરંતર કે તે કેવી રીતે શાંત થઈ જાય. વધારે આક્રમક બનવું તે તેનો સ્વભાવ હશે, અગ્રેશન તેનું લક્ષણ હશે. એટલા માટે પુરૂષ શોધ કરશે કેમકે શોધ આક્રમક છે.

પુરૂષ વિજ્ઞાન નિર્મિત કરશે કેમકે વિજ્ઞાન આક્રમક છે. પુરૂષ એવરેસ્ટ પર ચઢશે, ચાંદ પર જશે, મંગળને જીતશે કેમકે આ બધુ અભિયાન આક્રમકનું છે. સ્ત્રી આક્રમક નથી. પુરૂષ યુદ્ધ કરશે, યુદ્ધ કર્યા વિના જીવી નથી શકતો. ગમે તેટલી પણ શાંતિની વાતો કરી લો પરંતુ પુરૂષનું જીવાણું સંગઠન એવું છે જે યુદ્ધ વિના રહી જ નથી શકતું. યુદ્ધ તેની પ્રવૃત્તિનો ભાગ છે. જ્યાર સુધી કે તેની પ્રવૃત્તિ બદલાઈ ન જાય, ત્યાર સુધી કે આપણે તેમના જીવાણુંઓનું સંગઠન બદલી ન દઈએ, ત્યાર સુધી યુદ્ધ તે જ કરશે. તે બની શકે છે શાંતિ માટે યુદ્ધ કરે.

એટલા માટે ખુબ જ મજાની વાત છે જે શાંતિવાદી છે તેમનું પણ ઝુલુસ જુઓ અને તેમના પણ નારા સાંભળો, તો તેઓ યુદ્ધવાદીઓથી ઓછા યુદ્ધવાદીઓ નહી જણાય. તેઓ શાંતિ માટે સંઘર્ષ કરે છે પરંતુ કરે છે તો સંઘર્ષ જ. તેઓ શાંતિ માટે જીવ લેવા અને આપવા માટે તૈયાર છે. બહાનું ગમે તે હોય પુરૂષની ઉત્સુકતા લડવામાં છે. એટલા માટે જ્યારે પણ ક્યાંય યુદ્ધ થાય છે પુરૂષોની આંખમાં ચમક આવી જાય છે. જીવનમાં રસ દેખાવા લાગે છે. કંઈક થઈ રહ્યું છે. તે જે ઉદાસ છે, તુટી જાય છે, એક રોનક છવાઈ જાય છે. સ્ત્રી અને પુરૂષ વચ્ચે જે મૌલિક અસંતુલનનો ભેદ છે, તે તેની પાછળ કારણ છે.

હિંસા એક આંતરિક અસંતુલનનું પરિણામ છે એટલા માટે સ્ત્રીએ પ્રેમ કર્યો છે. પરંતુ પ્રેમથી ના તો ચાંદ પર જઈ શકાય છે ના તો એવરેસ્ટ પર ચઢી શકાય છે. વાત તો તે છે કે સ્ત્રીઓને ક્યારેય પણ સમજમાં નથી આવતું કે એવરેસ્ટ પર ચઢવાની જરૂરત શું છે? ચાંદ પર જવાની શું જરૂરત છે? સ્ત્રીની ઉત્સુકતા નજીકની વસ્તુઓમાં હોય છે, દૂરમાં જરા પણ નહિ. વિજયમાં જરા પણ નથી હોતી, આક્રમકમાં બિલ્કુલ પણ નથી હોતી. એક સંતુલિત, શાંતિ, પ્રેમપુર્ણ જીવનમાં જ હોય છે, હમણાં અને અહીંયા જ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો