Translate

બુધવાર, 22 ફેબ્રુઆરી, 2012

ફેંગશુઈની જીવંત ભેટ

ફેંગશુઈની જીવંત ભેટ




આજે તમારે કોઇની બર્થડે પાર્ટીમાં જવાનું હોય છે અને કાલે કોઇની મેરેજ એનીવર્સરીમાં. આવા સમયે તમાતે કોઈને શું ભેટ આપવી તેની તમને ચિંતા થતી હોય છે. તો ફેંગશુઈમાં ઘણી બધી એવી વસ્તુઓ છે જે તમે કોઇને ગીફ્ટમાં આપી શકો છો અને તેના ભાગ્યની વૃધ્ધિમાં સહભાગી થઈ શકો છો.

અમે અહીં તમને પર્યાવરણ અને સૌભાગ્યના સંગમ પર આધારિત થોડાક ઉપહારની જાણકારી અહીં આપીએ છીએ જેને મેળવીને તમારા મેજબાનનું મન ખુશ થઈ જશે.

અવસર ચાહે ગમે તે હોય જન્મ દિવસ, લગ્ન, ઉદઘાટન, ધન્યવાદ, સ્વાસ્થ્ય-લાભ કે પ્રેમનો સંદેશ આપવો હોય, દિવાળી કે કોઇ પણ તહેવાર, ખુશીનો પ્રસંગ હોય તો ગુડલક વાંસ કે પ્લાંટ્સ કરતાં આદર્શ ઉપહાર કોઇ જ ન હોઈ શકે. દિવાળી, નવુંવર્ષના ઉપલક્ષ્ય પર તો વ્યાપાર અને કોર્પોરેટ સંસ્થાનો માટે ગુડલક પ્લાંટ્સ સૌથી સારા ઉપહાર છે.

ફેંગશુઈના અનુસાર ગુડલક વાંસ તમારા જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને પ્રગતિની કામના કરે છે. ગુડલક પ્લાંટસ શાંતિ, સદભાવના, સુરક્ષા અને ઉર્જાથી ભરપુર વાતાવરણનું નિર્માણ કરે છે. સૌભાગ્ય અને સદઈચ્છાના પ્રતિક આ વાંસને ઘરમાં ક્યાંય પણ મુકી શકાય છે.

ઘરમાં કે ઓફીસમાં તેને રાખવાથી તમારી ઉન્નત્તિની સંભાવના વધી જાય છે. કેરીયરમાં સફળતા, લાંબા આયુષ્યની કામનાની સાથે ગુડલક પ્લાંટસ સકારાત્મક વિચારમાં પણ તમારી મદદ કરે છે.

જીવનમાં ખુશી અને સમૃધ્ધિની કામના માટે ગુડલક વાંસની ત્રણ સ્ટિક્સ, સારા સ્વાસ્થ્યની કામના માટે સાત સ્ટિક્સ, બધા જ પ્રકારની ઈચ્છાપુર્તિ માટે 21 સ્ટિક્સ ઉપહારમાં ભેટ તરીકે આપી શકો છો. ઘરમાં પુરવ દિશાની અંદર ગુડલક વાંસ રાખવાથી જીવનમાં સંતુલન અને સકારાત્મતા ઉર્જાની નવી અનુભૂતિ થાય છે.

લાલ પટ્ટીની અંદર લપેટેલ વાંસ જોશ, ઉમંગ અને ઉત્તેજનાનું પ્રતિક છે. લાલ પટ્ટીમાં બાંધેલ ગુડલક પ્લાંટ્સ મનમાં રહેલ ઈચ્છાપુર્તિની સંભાવના ઘણી હદે વધારે દે છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો