Translate

બુધવાર, 22 ફેબ્રુઆરી, 2012

ગર્ભનિરોધના સાધન અને સાવધાનીઓ


- ઓસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની ગોળીઓ માલા-ડીના નામથી સરકારી હોસ્પીટલમાં મફતમાં મળે છે. બજારમાં મળનારી લિવોનોરજેસ્ટ્રોનની ગોળીઓ અને માલા-ડી વચ્ચે વધારે અંતર નથી. યૌન સંબંધ પછી 72 કલાકની અંદર માલા-ડીની બે ગોળીઓ બે વખત, 12 કલાકના અંતરમાં લઈ શકાય છે.

- લેવોનોરજેસ્ટ્રોનની એક ગોળી યૌન સંબંધ પછી 72 કલાકની અંદર લેવામાં આવે તો ગર્ભ ધારણને રોકી શકાય છે.

- આ સિવાય કોપર ટી નામનું સાધન પણ સરકારી હોસ્પીટલમાં મફતમાં લગાવવામાં આવે છે.

મુશ્કેલીઓ :

ઉલ્ટી જેવું થવું : 20 ટકા મહિલાઓને 24 કલાકની અંદર આ પ્રકારની મુશ્કેલી જણાય છે. જો ગોળીને ભોજન કે દૂધની સાથે લેવામાં આવે અને ઉલ્ટી ન થવાની દવા પણ લેવામાં આવે તો મુશ્કેલી ઘણી ઓછી આવે છે.

ઉલ્ટીઓ થવી: પાંચ ટકા મહિલાઓને આ મુશ્કેલી રહે છે. જો ગોળી લીધાના બે કલાકની અંદર જ ઉલ્ટી થઈ જાય તો ગોળી ફરીથી લેવી જરૂરી છે.

અનિયમિત માસિક ધર્મ : આ ગોળીઓ લીધાના થોડાક મહિના પછી માસિક ધર્મ અનિયમિત થઈ જાય છે કે પછી તેમાં વધારે રક્તસ્ત્રાવની ફરિયાદ રહે છે.

કોણે ન લેવી જોઈએ:

જેમને હૃદયની બિમારી હોય, માથામાં કે શરીરના અન્ય કોઈ ભાગમાં લોહી જામી જવાની બિમારી હોય, માઈગ્રેનના દર્દી હોય, જેમને ઈંઝાઈમાની ફરિયાદ હોય, જેમને લીવરની કોઈ પણ બિમારી હોય તેમણે આ ગોળીઓ ન લેવી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો