Translate

બુધવાર, 22 ફેબ્રુઆરી, 2012

વિજ્ઞાન અને ધર્મનો સમંવય



એક વાર્તા તો તમે સાંભળી જ હશે કે જ્યારે જંગલમાં આગ લાગી હતી ત્યારે એક લંગડો અને એક આંધળો હતો. તો તે બંનેને ચિંતા થવા લાગી કે અહીંથી કેવી રીતે બચીને નીકળીશું? આંધળો ચાલી શકતો પણ તેને દેખાતુ ન હતું અને લંગડો જોઈ શકતો હતો પણ ચાલી શકતો ન હતો. આજે આપણી સ્થિતિ પણ આવી જ છે.

વિજ્ઞાન અને ધર્મનો એક સમંવય જોઈએ છે. સંસારની સફળતા અને અંદરની શાંતિનો સહયોગ જોઈએ છે નહિતર આપણે મોટા ભયની સ્થિતિમાં છીએ. જે રીતે વિજ્ઞાન ચાલી રહ્યું છે તે બિલ્કુલ આંધળુ છે. તેનામાં ચાલવાની તાકાત છે, તે પ્રગતિના પંથે જઈ રહ્યું છે પરંતુ તે ખાડામાં જઈને પડવાનું છે તેને તે ખબર નથી.

જો થર્ડ વર્લ્ડ વાર થયું
તો છેલ્લી વખત થશે, તેના પછી કોઈ પણ નહિ બચે લડવા માટે. ધર્મ એકલો લંગડો છે. તેને દિશા તો દેખાઈ દે છે કે અહીંયા જવાનું છે અને કેવી રીતે જવાનું છે પરંતુ તે ચાલી નથી શકતો. જો આ બંનેમાં ધર્મ એક સંતુલન ન બની શક્યો અને વિજ્ઞાનમાં કે સંક્ષેપમાં કહીએ કે પુર્વ કે પશ્ચિમમાં કે પછી આપના બહારી અને અંદરના જીવનનું કહીએ જો આ સંતુલન ન બન્યું તો માનવતા મરી પરવાડવાની નજીક છે.

આંધળો જાણે છે કે જવાનું ક્યાં છે અને લંગડાને દેખાઈ દે છે પણ ચાલી નથી શકતો તો કેવી રીતે જાય.અને પછી સંયોગ બન્યો તેમનામાં સમજણ પેદા થઈ. આંધળાએ લંગડાને પોતાના ખભા પર બેસાડી લીધો અને આંધળો ચાલતો ગયો અને પછી બંને જણા જંગલની આગમાંથી બહાર નીકળી ગયાં. આજે આપણી સ્થિતિ પણ આવી જ છે. વિજ્ઞાન અને ધર્મનું એક સમન્વય જરૂરી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો