Translate

બુધવાર, 22 ફેબ્રુઆરી, 2012

શ્રધ્ધાનુ શ્રાધ્ધપક્ષ આજથી



પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા અને શ્રધ્ધા વ્યક્ત કરવાના પર્વ શ્રાધ્ધપક્ષનો શુક્રવારથી પ્રારંભ થઈ રહ્યો છે. 4 સપ્ટેમ્બરના રોજ પૂનમના શ્રાધ્ધની સાથે શરૂ થઈ રહેલ શ્રાધ્ધપક્ષ 18 સપ્ટેમ્બર સુધી ચાલશે. દ્વિતિય તિથિનો ક્ષય થવાને કારણે આ વખતે શ્રાધ્ધ સોળની જગ્યાએ પંદર દિવસના રહેશે.

આસો મહિનાના કૃષ્ણપક્ષનુ આખો પખવાડિયુ શ્રાધ્ધપક્ષ કહેવાય છે. જેમા ભાદરવાની શુક્લ પૂનમનો સમાવેશ કરવાનો દિવસ જોડી લેવાથી આ સોળ દિવસના થઈ જાય છે. આ દિવસે મૃત પરિજનોની સંતુષ્ટિ અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના હોય છે. આ દિવસોમા પિતૃઓના નિમિત્ત તર્પણ, શ્રાધ્ધ અને તર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થઈને સુખ, સમૃધ્ધિ, ઈચ્છિત સંતાન અને આરોગ્ય પ્રદાન કરે છે.

માર્કડેય પુરાણમાં કહેવામાં આવ્યુ છે કે શ્રાદ્ધપક્ષમાં સમસ્ત પિતૃઓ ઘરતી પર આવીને પોતાના કુંટુબીઓ સાથે રહે છે. તેથી આ દિવસો દરમિયાન પિતૃઓની સંતુષ્ટિ માટે તર્પણ વગેરે કરવુ જોઈએ. પિતૃઓના સ્થાને શ્રેષ્ઠ બ્રાહ્મણને ભોજન કરાવીને દાન આપવાથી પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે.

અગિયારસ-બારસનુ શ્રાદ્ધ એક જ દિવસે
પંડિત રામકૃષ્ણ ડી. તિવારીનુ કહેવુ છે કે પૂનમનુ શ્રાધ્ધ 4 સપ્ટેમ્બરના રોજ થશે. પ્રતિપદાથી લઈને દશમી તિથિ સુધી નુ શ્રાદ્ધ ક્રમશ: 5 થી 14 સપ્ટેમ્બર સુધી રહેશે. આ વખતે બારસની તિથિનો ક્ષય થઈ રહ્યો છે. તેથી અગિયારસ અને બારસ તિથિનુ શ્રાદ્ધ એક જ દિવસે 15 સપ્ટેમ્બરના રોજ રહેશે. ત્યારપછી તેરસનુ શ્રાદ્ધ 16 સપ્ટેમ્બરના રોજ, ચતુર્થીનુ શ્રાદ્ધ 17 સપ્ટેમ્બરે અને સર્વપિતૃ અમાસનુ શ્રાદ્ધ 18 સપ્ટેમ્બરના રોજ રહેશે.

પં. વાસુદેવ શાસ્ત્રીનુ કહેવુ છે કે શ્રાદ્ધપક્ષમા પિતૃઓની શાંતિ માટે જવ, તલ, ચોખા, દૂધ કળશમાં મૂકી કુશા હાથમાં લઈને પૂર્વ તરફ મોઢુ કરીને તર્પણ કરવુ જોઈએ. તર્પણ નદી કે તળાવમાં ઉભા રહીને કરવુ જોઈએ. પૂર્વ દિશામાં 11 વાર, ઉત્તર દિશામાં 7 વાર અને દક્ષિણ દિશામાં 14 વાર તર્પણ કરવામાં આવે છે. પિતૃદોષ દૂર કરવા માટે પણ પરિવારના લોકોએ શ્રાદ્ધપક્ષમાં તર્પણ કરવુ જોઈએ. ઘરમા રોજ ઘી થી ધૂપ આપવાથી પણ પિતૃ પ્રસન્ન રહે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો