Translate

બુધવાર, 22 ફેબ્રુઆરી, 2012

તમારા બેડરૂમ વિશે પણ થોડુક જાણો

તમારા બેડરૂમ વિશે પણ થોડુક જાણો




દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે તેની સેક્સ લાઈફમાં કોઇ દરાર ન પડે. તો વાસ્તુમાં પણ તેના વિશે થોડુક જણાવ્યું છે કે તમારા બેડરૂમમાં શું ખામી છે? અને તેને કેવી રીતે ઠીક કરશો. અહીંયા તેના વિશે દિશા પ્રમાણે માહિતી આપી છે તેનાથી થનાર લાભ અને હાનિ....

સેક્સ લાઈફનો ભરપુર આનંદ લેવા માટે ક્યારેય પણ પૂર્વ દિશાની પસંદગી ન કરશો કેમકે પૂર્વ તરફ માથ રાખવાથી તમારામાંથી એક ફ્રસ્ટેટ થશે અને બીજું પેસીવ થઈ જશે.

પશ્ચીમ તરફ માથુ રાખવાથી તમારી સેક્સ લાઈફ સામાન્ય રહેશે અને ત્યાર બાદ ઉંઘ પણ સારી આવશે.

દક્ષિણ તરફ માથુ રાખવાથી સેક્સનો વધું આનંદ મળશે.

જો તમે ઉત્તર તરફ માથ રાખશો તો તમારી સેક્સ લઈફ તો પ્રભાવિત થશે જ સાથે સાથે સ્વાસ્થ્યને લગતી બિમારીઓ પણ વધશે. જેમાં સેક્સ બાદ થાકી જવું એ પ્રમુખ કારણ છે.

હંમેશા લાકડના બેડની જ પસંદગે કરો કેમકે ધાતુના બેડને કારણે ઇગોનો પ્રોબલેમ રહે છે.

બને ત્યાર સુધી બેડરૂમમાં અરીસો રાખશો નહી છતાં પણ જો તમે અરીસો રાખવા માંગતાં હોય તો તે વાતનું ધ્યાન રાખો કે તેમાં તમારા બેડનું પ્રતિબિંબ તો નથી પડતું ને.

બને ત્યાર સુધી તમારા બેડરૂમમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પણ ન રાખશો. કેમકે તે સંબંધોને પ્રભાવિત કરે છે.

બેડરૂમમાં ક્યારેય મંદિર પણ ન રાખશો.

જો બંનેમાંથી ગમે તે એકની સેક્સની ઇચ્છા ઓછી થતી હોય તો તમે બ્રાઇટ કલરનો ઉપયોગ કરી શકો છો.

બેડને હંમેશા દિવાલથી અડકેલો રાખો તેનાથી તમારા સંબંધોમાં મજબુતાઈ બની રહેશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો