Translate

બુધવાર, 22 ફેબ્રુઆરી, 2012

ધુપ વડે જીવનમાં શાંતિ મેળવો હિંદુ ધર્મમાં ધુપનું મહત્વ

ધુપ વડે જીવનમાં શાંતિ મેળવો  
હિંદુ ધર્મમાં ધુપનું મહત્વ
 
ધુપ, દીપ, ચંદન, કુમકુમ, અષ્ટગંધ, જળ, કપૂર, ઘી, ગોળ, પુષ્પ, ફળ, પંચામૃત, પંચગવ્ય, નૈવેદ્ય, હવન, શંખ, ઘંટ, રંગોળી, માંડણા, તુલસી, તિલક, નારાછડી, સ્વસ્તિક, ઓમ, પીપળો, કેરી અને કેળાના પત્તાનું હિંદુ ધર્મમાં ખુબ જ મહત્વ છે. ભોજન કરતાં પહેલા થોડુક ભોજન અગ્નિદેવને સમર્પિત કરવાથી વૈશ્વદેવ યજ્ઞ પુર્ણ થાય છે.

તંત્રાસારને અનુસાર અગર, તગર, કુષ્ઠ, શૈલજા, શર્કરા, નાગરમાથા, ચંદન, ઈલાયચી, તજ, મુરીશ, જટામાશી, કપુર, તાલી, સદલન અને ગુગળ આ રીતે સોળ પ્રકારના ધુપ માનવામાં આવ્યાં છે. આને ષોડ્શાંગ ધુપ કહે છે. મદરત્નને અનુસાર ચંદન, કુષ્ઠ, નખલ, રાલ, ગોળ, નખગંધ, જટામાશી, લઘુ અને ક્ષૌદ્ર બધાને સમાન માત્રામાં લઈને સળગાવવાથી ઉત્તમ ધુપ બને છે. આને દશાંગ ધુપ કહે છે.

અહીંયા ઘી અને ગોળ વડે કરવામાં આવતાં ધુપ વિશેની સંક્ષિપ્ત માહિતી આપી છે.

કેવી રીતે આપશો ધુપ : હિંદુ ધર્મમાં ધુપ આપવાનું અને દીવો પ્રગટાવવાનું ખુબ જ મહત્વ છે. સામાન્ય રીતે ધુપ બે પ્રકારે આપી શકાય છે. પહેલો ગુગળ વડે અને બીજો ગોળ અને ઘી વડે. અહીંયા ગોળ અને ઘી વડે આપવામાં આવેલ ધુપનું ખુબ જ મહત્વ છે.

સર્વપ્રથમ એક છાણું સળગાવો. થોડી વાર પછી જ્યારે તેના અંગારા પડે ત્યારે ગોળ અને ઘી બરાબર માત્રામાં ભેળવીને તે અંગારા પર મુકી દો અને તેની આજુબાજુ આંગળી વડે જળ સમર્પિત કરી દો. આંગળી અને અંગુઠા વડે અર્પણ કરવાથી તે ધુપ પિતૃઓને લાગે છે. જ્યારે દેવતાઓ માટે કરો ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું ધ્યાન કરો અને જ્યારે પિતૃઓને અર્પણ કરો ત્યારે અર્યમા સહિત પોતાના પિતૃઓનું ધ્યાન કરો અને તેમની પાસે સુખ-શાંતિની કામના કરો.

ધુપ આપવાના નિયમો : રોજ ધુપ ન આપી શકો તો તેરસ, ચૌદસ અને અમાવસ તેમજ પુર્ણિમાના દિવસે સવાર-સાંજ અવશ્ય ધુપ આપો. સવારે આપવામાં આવતો ધુપ દેવતાઓ માટે અને સાંજે આપવામાં આવતો ધુપ પિતૃઓ માટે.

ધુપ આપતાં પહેલા ઘરની સફાઈ કરી દો. પવિત્ર થઈને જ ધુપ આપો. ધુપ ઈશાન ખુણામાં જ આપો. ઘરના બધા જ રૂમમાં સુગંધ ફેલાઈ જવી જોઈએ. ધુપ આપો અને તેની અસર રહે ત્યાર સુધી કોઈ પણ પ્રકારનું સંગીત ન વગાડવું. બની શકે ત્યાર સુધી ઓછી વાત કરવી.

લાભ : ધુપ આપવાથી મન, શરીર અને ઘરમાં શાંતિની સ્થાપના થાય છે. રોગ અને શોક ખત્મ થઈ જાય છે. ગૃહકલેશ અને આકસ્મિક ઘટના-દુર્ઘટનાઓ નથી થતી. ઘરની અંદર ફેલાયેલી બધા જ પ્રકારની નકારાત્મક ઉર્જાઓ બહાર નીકળી જાય છે. ઘરનો વાસ્તુદોષ ખત્મ થઈ જાય છે. ગ્રહ નક્ષત્રોને લીધે થતી ખરાબ અસર પણ ધુપ આપવાથી દૂર થઈ જાય છે. શ્રાદ્ધ પક્ષમાં 16 દિવસ સુધી ધુપ આપવાથી પિતૃ તૃપ્ત થઈને મુક્ત થઈ જાય છે તેમજ પિતૃદોષનું સમાધાન થઈને પિતૃયજ્ઞ પણ પુર્ણ થઈ જાય છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો