Translate

બુધવાર, 22 ફેબ્રુઆરી, 2012

સ્તન કેંસરની સારવાર શક્ય


સ્તન કેંસરના સામાન્ય પરિવર્તન શરીરના હાર્મોનમાં પરિવર્તનની સાથે સાથે થાય છે, જેવી રીતે મહિનો આવે તે પહેલા સ્તનમાં થોડુક ભારેપણું લાગવું અને થોડોક દુ:ખાવો થવો. ગર્ભાવસ્થા દરમિયાન આકારમાં વધારો થવો, મહિનો બંધ થાય એટલે આકાર નાનો થઈ જવો. તેમજ નિપલને દબાવવા પર ઘણી વખત હળવા પીળા રંગનું પ્રવાહી નીકળવું તે સામાન્ય બદલાવનો ભાગ છે.

આ બધા જ સામાન્ય પરિવર્તનો કોશિકાઓમાં સતત થતાં રહે છે જે હોર્મોંસ કોશિકાઓના રિસેપ્ટર તેમજ જીંસ (આનુવંશિક કોશિકાઓ)ના તાલમેળથી એક વ્યવસ્થિત તેમજ અનુશાસિત સમુહની જેમ આજીવન કાર્ય કરતાં રહે છે. સતત ચાલનારી પ્રક્રિયામાં જો થોડો ઘણો પણ બદલાવ આવે છે તો આ કોશિકાઓ અનિયંત્રિત થઈ જાય છે અને તેના ફળસ્વરૂપે સ્તનમાં ગાંઠ તેમજ નિપલમાંથી લોહીનો સ્ત્રાવ થાય છે. આમાં સૌથી મહત્વપુર્ણ તથ્ય તે છે કે 80 ટકા સ્તનમાં થતા અસામાન્ય પરિવર્તન કેંસરકારક નથી હોતા.

સ્તનમાં અસામાન્ય બદલાવને લઈને જો 100 મહિલાઓ ચિકિત્સક પાસે જાય છે તો તેમાંથી માત્ર 3-5 મહિલાઓને જ સ્તન કેંસરની શક્યતા હોય છે. પ્રશ્ન તે ઉભો થાય છે કે સ્તન કેંસરને લઈને આટલો બધો હોબાળો કેમ કરવામાં આવે છે? કેંસર શબ્દ આપણા અંતર મનમાં માત્ર એક છાપ ઉભી કરે છે- આ એક એવી બિમારી છે જેનો સંપુર્ણ સારવાર કરવા છતાં પણ ફરીથી થઈ શકે છે. આની સારવાર પુર્ણ રીતે શક્ય નથી, પરંતુ હકીકત કંઈક જુદી જ છે. આજે 2009ની અંદર આ ધારણા નિરાધાર અને ખોટી છે. સ્તન કેંસરનો સામનો કરવા માટે આજે આપણી પાસે પાંચ પ્રકારના હથિયાર છે. તેમાં સર્જરી, કીમોથેરપી, રેડિયેશન થેરપી, હાર્મોન થેરપી તેમજ ટાર્ગેટેડ થેરપી મુખ્ય છે.

સામાન્ય રીતે દર્દીની ગાંઠ 2-5 સેંટીમીટરની વચ્ચે હોય છે જેનાથી સ્તન કેંસર થવા પછી પણ સ્તનને બચાવવા માટેના ઓપરેશન કરી શકાય છે. ઘણી વખત સ્તન કેંસરની શરૂઆતમાં જ ખબર પડી જાય છે જેનાથી દર્દીને કીમોથેરપી પણ આપવાની જરૂરત નથી પડતી. ચિકિત્સા વિજ્ઞાન આજે આ બિમારનું સંપુર્ણ રીતે નિદાન કરવામાં સક્ષમ થઈ ગયું છે.

આનો મોટા ભાગનો શ્રેય તે દર્દીઓને પણ જાય છે જેમણે સ્તન કેંસની પ્રારંભિક અવસ્થામાં સારવાર કરાવવાની ઈચ્છાશક્તિ દાખવી છે. શોધ કાર્યમાં આવા દર્દીઓ મહત્વપુર્ણ હોય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો