Translate

રવિવાર, 9 સપ્ટેમ્બર, 2012

કુદરતી સંપત્તિમાં



મેકઓવર - શહેનાઝ હુસેન
આપણી કુદરતી સંપત્તિમાં ઔષધીય ગુણોનો વિશાળ ખજાનો ભરેલો છે. ફળો પણ એમાંનાં એક છે. ફળો ખાવાથી જે રીતે શરીરને સમતોલ અને પોષણયુક્ત આહાર મળી રહે છે તે જ રીતે ફળોને ત્વચા પર લગાવવાથી પણ ત્વચાને પોષણ મળે છે અને ત્વચા નિખરી ઊઠે છે. તો ચાલો જાણીએ કે કયાં કયાં ફ્રૂટસ ત્વચા પર લગાવવાથી ત્વચા ખીલે છે
કેળાં
કેળાં એ ત્વચાને પૂરતું પોષણ પૂરું પાડતું ફળ છે. કેળાંમાં વિટામિન બી, સી અને પોટેશ્યમ હોય છે જેનાથી સ્કિન સોફ્ટ અને ટાઇટ રહે છે. કેળાંનો પલ્પ કાઢીને તેને ફેસ પેક સાથે મિક્સ કરીને લગાવવાથી સ્કિન લચી પડતી નથી અને તેની સોફ્ટનેસ જળવાઈ રહે છે.
સફરજન
સફરજન પણ અદ્ભુત સ્કિન ટોનર છે.તે ઢીલી પડી ગયેલી સ્કિનને ટાઇટ રાખવામાં અને બ્લડ સરક્યુલેશનમાં મદદ કરે છે. સફરજન દરેક રીતે લાભકારી જ હોવાથી તેના પલ્પને કે જ્યૂસને દરરોજ ચહેરા પર લગાવી શકાય છે. પપૈયું પણ ત્વચા માટે અનેક રીતે ઉપયોગી છે. પપૈયાના પલ્પને ચહેરા પર લગાવવાથી ડેડ સ્કિન સેલ્સ દૂર થાય છે તેમજ નિયમિત લગાવવાથી સ્કિનનો કલર પણ નિખરે છે. પપૈયાના પલ્પમાં દહીં, મધ, થૂલું મિક્સ કરીને આ ફેસપેક ચહેરા પર લગાવવાથી સારું રિઝલ્ટ મળે છે.
કેરી
કેરી વિટામિન એ અને સીથી ભરપૂર છે. તે ત્વચાને સુંદર બનાવી તેનો કાયાકલ્પ કરવામાં મદદ કરે છે. ઉંમર વધતા ચહેરા પર થતી કરચલીને તે રોકે છે. કેરીના પલ્પનો ચહેરા પર ઉપયોગ કરવાથી સ્કિન સોફ્ટ અને સ્મૂધ રહે છે.
સંતરાં
સંતરાંમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં હોય છે. સંતરાંની છાલ, રસ, પલ્પ વગેરે સૌંદર્યવર્ધક છે. સંતરાંની છાલને સૂકવીને તેનો પાઉડર ફ્રૂટસના પલ્પમાં મિક્સ કરીને સ્ક્રબ કરવાથી ત્વચા ક્લીન થવાની સાથે ચમકીલી બને છે.
દાડમ
દાડમનો રસ ત્વચા માટે બહુ લાભકારી છે. તે સ્કિનને મોઇશ્ચરાઇઝ કરે છે. ઉંમર મોટી થતા ચહેરા પર કરચલી પડવી, ત્વચા લચી પડવી વગેરે સમસ્યા શરૂ થઇ જાય છે. દાડમ આ અસરને ઓછી કરે છે અને ત્વચાને યંગ રાખવામાં મદદ કરે છે. દાડમના રસને નિયમિત ચહેરા પર લગાવવાથી ચહેરાની કાળાશ દૂર થાય છે અને ત્વચા ચમકીલી બને છે.
તરબૂચ
સૂકી ત્વચા માટે તરબૂચ ઉત્તમ ટોનર છે તે ત્વચાને મોઇશ્ચરાઇઝિંગ કરવામાં મદદ કરે છે. તરબૂચનો રસ અથવા પલ્પ ચહેરા પર લગાવવાથી
સૂકી ત્વચા વધુ સોફ્ટ અને સ્મૂધ બને છે.  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો