Translate

ગુરુવાર, 14 જૂન, 2012

હળદરનો પ્રાચીન પ્રયોગઃ

       પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં માન્યું છે કે ડાયાબિટીસના રોગીઓ માટે હળદરનો ઉપયોગ સંજીવની જેમ કામ કરે છે. હળદરનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી મધુમેહનો રોગ સારો થઈ જાય છે. હળદર એક ફાયદાકારક ઔષધી છે. હળદર કોઈપણ ઉંમરના વ્યક્તિને આપી શકાય છે. પછી તે બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ અને ત્યાં સુધી કે ગર્ભવતી મહિલાઓને પણ આપી શકાય.

હળદરમાં પ્રોટીન, વસા, ખીનજ પદાર્થો, રેશા, ફાઈબર, મેંગનીઝ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેડ, કેલ્શિયમ, ફોસ્ફોરસ, લોખંડ, ઓમેગા, વિટામીન એ, બી, સીના સ્ત્રોત તથા કેલેરી પણ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે મધુમેહને રોકવા માટે હળદર સૌથી સારો ઈલાજ છે. રોજ અડધી ચમચી હળદર લઈ ડાયાબિટિસને કંટ્રોલ કરી શકાય છે.

-મધુમેહના રોગીઓએ રોજ તાજા આમળાનો રસ કે સૂકાયેલા આમળાના ચૂરણમાં હળદરનું ચૂર્ણ મેળવી સેવન કરવાથી ખૂબ જ લાભ થાય છે.

-આમળાના રસમાં હળદર અને મધ મેળવી સેવન કરવાથી પણ ડાયાબિટિસના રોગીઓને ફાયદો મળે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો