Translate

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

નાજુક હોઠ માટે


- ઘી માં મીણને ઓગાળી કોઈ શીશીમાં ભરી લો. આ મિશ્રણને શિયાળામાં નિયમિત રીતે લગાવવાથી હોઠ ફાંટતા નથી. - મધમાં ગુલાબજળના થોડા ટીપા મિક્સ કરીને લગાવવાથી હોઠ મુલાયમ રહેશે. - માખણમાં શુધ્ધ કેસર ભેળવીને લગાવવાથી તમારા હોઠ પર પ્રાકૃતિક ચમક આવશે. - શિયાળામાં નાભિ પર સરસિયાનુ તેલ લગાવીને સૂવાથી તમારા હોઠ સુંદર થશે. - જો તમે માંસાહારી છો તો ઈંડાના પીળા ભાગને થોડીવાર હોઠ પર લગાવીને કુણા પાણી અને રૂથી સાફ કરી લો. હોઠ ચમકી ઉઠશે.
- દૂધમાં પલાળેલી 2 બદામના છાલટા ઉતારી તેને વાટી લો. હવે બદામના આ પેસ્ટમાં થોડો સંતરાનો રસ મિક્સ કરો. આ પેસ્ટને હાથ-પગ અને ચહેરા પર લગાવો અને લગાવવાના અડધા કલાક પછી હાથ-પગ ઠંડા પાણીથી ધોઈ નાખો. - પાકેલા પપૈયાનો ગુદો 1/2 કલાક સુધી ચહેરા અને હાથ પગ પર લગાવી લો અને પછી ચહેરો ધોઈ લો. પપૈયાનો ગુદો લગવવાથી તમારો ચહેરો અને હાથપગની ચમક કાયમ માટે બની રહેશે. - એક ચમચી મલાઈમાં એક ચમચી ચણાનો લોટ, ચપટી હળદર, અને બે-ત્રણ ટીપા લીંબૂનો રસ તેમજ સરસોનુ તેલ નાખી આ પેસ્ટ હાથ-પગ અને મોઢા પર લગાવવાથી ચામડીમાં ચમક આવે છે.
- લીલા ધાણા સ્વાદિષ્ટ અને જઠારાગ્નિને ઠારે છે - આ પાચક અને જ્વરનાશક પણ છે. - લીલા ધાણાને વાટીને તેનો લેપ માથાનો દુ:ખાવો અને અન્ય સૂજન પર લગાડવાથી આરામ મળે છે. - મોઢાના ચાંદા કે ગળાન રોગમાં લીલા ધાણાના રસના કોગળા કરવાથી ફાયદો થાય છે. - આંખો લાલ થઈ ગઈ હોય કે સુજી ગઈ કે આંખ પર સોજા આવી ગયા હોય તો ધાણાને વાટીને પાણીમાં ઉકાળી, આ રસને કપડાથી ગાળીને આંખોમાં નાખવાથી ફાયદો થાય છે.
- ગાજરના ગુણવત્તાનો મુકાબલો કોઈ અન્ય શાકભાજી કરી શકતી નથી. ગાજરને સલાડના રૂપમાં કાચા પણ ખાઈ શકાય છે. ગાજરનુ બાફીને શાક પણ બનાવી શકાય છે અને રસ કાઢીને આનુ જ્યુસ પણ પી શકાય છે. - આયુર્વદ મુજબ ગાજર કોઈ ફળ કે શાકભાજી નથી, પરંતુ રક્તપિત્ત અને કફનો નાશ કરનારી, મીઠા રસથી ભરેલી, પેટની અગ્નિને વધારનારી અને બવાસીર જેવા રોગને રોકનારી એક જડી બુટ્ટી છે. - ગાજર હૃદય સંબધી બીમારીઓમાં લાભકારી છે આ વીર્ય વિકારનો નાશ કરે છે અને શારીરિક નબળાઈમાં લાભપ્રદ છે. - ગાજરની તાસીર ઠંડી હોય છે પરંતુ આ કફનાશક છે. ગાજર લવિંગ અને આદુની જેમ છાતી અને ગળામાં જામેલા કફને ઓગાળી કાઢવામાં સક્ષમ છે. - ગાજરમાં કેટલાક આ પ્રકારના ખનીજ લવણ જોવા મળે છે. જે શક્તિ વધારવા અને રોગોને રોકવામાં ખૂબ જ જરૂરી હોય છે. શરીરની અંદર આ લવણ રક્ત અંદર મિક્સ થઈને વિકાર વધતા રોકે છે અને પ્રત્યેક તંતુ અને પ્રત્યેક ગ્રંથિને સ્વસ્થ રાખે છે.
પાચન ક્રિયાની ખરાબીને લીધે શ્વાસ દુર્ગંધયુક્ત થઈ જાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે પાંચ મુનક્કા અને પાંચ ઈલાયચીના દાણાને છોલીને મોઢામાં મુકવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે. - અજીર્ણ, કફની ખરાબી, અપચાને લીધે મોઢામાંથી વાસ આવતી હોય તો દરરોજ નિયમિત 10 ગ્રામ મુનક્કા ખાવા જોઈએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો