હ્રદયરોગ માટે જવાબદાર એથેરોસ્કલેરોસિસ પર વર્ષો સુધી સંશોધન કરીને વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે, એથેરોસ્કલેરોસિસ કરતાં અથવા એ થવાની ઝડપ વધારતાં, અમુક પરિબળો માણસના સીધા અંકુશમાં છે અને માણસ ધારે તો એમાં યોગ્ય ફેરફાર કરીને એથેરોસ્કલેરોસિસ થવાની ગતિને ધીમી પાડી શકે છે. આપણે એક પછી એક બધાં પરિબળોને ઓળખીએ.
૧. ઉંમર :
દશ વર્ષની ઉંમરથી ધમનીઓમાં ચરબીના થર જામવાની શરૂઆત થઇ જાય છે ૧(જૂઓ સંદર્ભસૂચિ પાના નં - ૧૨૦) . ભવિષ્યમાં જે જગ્યાએ ધમનીમાં એથેરોસ્કલેરોસિસ થઇને અવરોધ ઊભો થતો હોય છે એ જ જગ્યાએ નાનપણથી ચરબીના થર જામવાની શરૂઆત થઇ જાય છે. ઉંમર વધતાં આ થર વધતા જાય છે અને પછી એથેરોસ્કલેરોસિસ તરીકે ઓળખાતી ધમનીઓ કઠણ અને સાંકડી થવાની પ્રક્રિયા શરૂ થઇ જાય છે. જે છેવટે હ્રદયને લોહી પહોંચાડતી ધમનીઓમાં અવરોધ ઊભો કરે છે. આમ, હ્રદયરોગની શરૂઆત ખૂબ નાની ઉંમરથી થાય છે પણ હ્રદયરોગનાં લક્ષણો અને એને કારણે ઉદભવતી તકલીફો ઉંમર વધતાં વધતી જાય છે.
૨. જાતિ :
સ્ત્રીઓમાં અંત:સ્રાાવ તેમના શરીરને એથેરોસ્કલેરોસિસ અને હ્રદયરોગ સામે રક્ષણ આપે છે. એટલે જયાં સુધી નિયમિત માસિક આવતું હોય ત્યાં સુધી સ્ત્રીઓમાં હ્રદયરોગની શકયતા ખૂબ ઓછી રહે છે, પણ રજોનિવૃત્તિ પછી હ્રદયરોગનું જોખમ એકદમ ઝડપથી વધવા લાગે છે જેથી લગભગ ૬૦-૬૫ વર્ષની ઉંમર પછી સ્ત્રી અને પુરુષોમાં હ્રદયરોગની શકયતા એકસરખી થઇ રહે છે.
સ્ત્રીઓમાં ડાયાબિટીસની બીમારી હોય તો, હ્રદયરોગનુ જોખમ ખૂબ વધી જાય છે અને નાની ઉંમરે પણ હ્રદયરોગ થઇ શકે છે. એ જ રીતે, સ્ત્રીના લોહીમાં ઓછું એચ.ડી.એલ. કોલેસ્ટેરોલ અને વધુ ટ્રાયગ્લીસરાઇડ હોય તો એને લીધે હ્રદયરોગ થવાની શકયતા પુરુષો કરતાં પણ વધી જાય છે.
આનુવંશિક પરિબળો
મેદ(સ્વતા
માનસિક તાણ, હતાશા અને ગુસ્સો
હાઇ બ્લડપ્રેશર

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો