ઘરેલુ ઉપચાર
| આદુ અને મધનુ મિશ્રણ ખાંસીમાં ઘણુ ફાયદાકારી છે. પાણીની સાથે સવારે ખાલી પેટે મધની બે ચમચી સેવન કરવાથી વજાન ઓછુ કરવામાં મદદ મળે છે. લીંબૂના રસની સાથે મધ શરીરમાં વધુ પડતા વસાને ઓછો કરવામાં મદદ કરે છે. મહત્વપૂર્ણ વાત તો એ છે કે ભોજન પછી બે ચમચી મધ લેવુ વજન વધારવામાં મદદ કરે છે. મધ શરીરના બળેલા ભાગ અને ફોલ્લી પર સંક્રમણ નથી થવા દેતુ. બાળકોને રાત્રે સૂતા પહેલા દૂધ સાથે એક ચમચી મધ આપવાથી તેમને સારી ઉંઘ આવે છે. | |
| તમારી આસપાસના વાતાવરણને શુદ્ધ રાખવા માટે લીમડો અને કપૂર સળગાવો, આ ગંઘમાં બેક્ટેરિયા વિરોધી તત્વ હોય છે. - લીમડાના પાનને પાણીમાં ઉકાળીને એ પાણીને પીવુ સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. - આદુ અને લસણને તમારા ભોજનમાં એક મુખ્ય ભાગ બનાવો. આદુ અને લસણમાં પણ બેક્ટેરિયારોધી તત્વો હોય છે. - | |
| - સાંધાના દુ:ખાવામાં એક ગ્લાસ પાણીમાં લીંબૂ નીચોવીને દિવસમાં 8 થી 10 વાર પીવો - સાંધા પર લીમડાના તેલની હલ્કી માલિશ કરવા પર આરામ મળે છે - દૂધીનો ગૂદો તળિયા પર મસળવાથી તેની બળતરા શાંત થાય છે. - શરીરના કોઈપણ ભાગ કે હાથ-પગમાં બળતરા થતા તરબૂચના છાલટાના સફેદ ભાગમાં કપૂર અને ચંદન ભેળવીને લેપ કરવાથી બળતરા શાંત થાય છે. - અળઈઓમાં સરસિયાના તેલમાં પ્રમાણસર પાણી મિસ્ક કરી ફેંટી લો અને અળઈયો પર લગાવો, શીધ્ર આરામ મળશે. - માથાનો દુ:ખાવો થતા પર કુણા પાણીમાં આદુ અને લીંબૂનો રસ અને થોડુ મીઠુ નાખીને પીવાથી આરામ મળે છે. - બાળકોની ખાંસી ઠીક ન થાય તો વાંસનો એક ટુકડો સળગાવીને ભસ્મને મધ સાથે મિક્સ કરીને ત્રણ-ચારવાર ચટાડવાથી બાળકોની ખાંસી 3-4 દિવસમાં સારી થઈ જાય છે. | |
| ફાયદા - માથાનો દુ:ખાવો, થાક, શરદી, તાવ. બનાવવાની રીત - એક કપ ચા માટે પોણો કપ પાણી, અડધો કપ દૂધ, અડધી ચમચી સોંઠ પાવડર, ચોથાઈ ચમચી ચા પત્તી અને અડધી ચમચી ખાંડ. કાળી પી શકતા હોય તો વધુ ગુણકારી. | |
| ફાયદા - કફ સર્દી, તાવમાં લાભકારી બનાવવાની રીત - એક કપ ચા મટે 3-4 પાન યુકેલિપ્ટ્સની મસળી નાખો. અડધો ચમચી ખાંડ, પા કપ પાણી અને અડધો કપ દૂધ, એક લવિંગ. જો કાળી ચા પી શકતા હોય તો દૂધ ન નાખશો. એક કપ પાણીમાં જ તૈયાર કરો. | |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો