Translate

શનિવાર, 24 સપ્ટેમ્બર, 2011

કેલરી એટલે શું

કેલરી એટલે શું ?

ભૌતિક શાસ્ત્રની વ્યાખ્યા પ્ર્રમાણે એક ગ્રામ પાણીનું તાપમાન એક ડીગ્રી સે. જેટલું વધારવા માટે વપરાતી શક્તિને કેલરી (calorie) કહેવામાં આવે છે. આપણા શરીરમાં થતો શક્તિનો સંચય અને વપરાશ કેલરીમાં જ માપવામાં આવે છે. જોકે શરીરમાં કેલરીના ફેરફાર એટલા મોટા પાયે થતા હોય છે કે સાદો કેલરીનો માપદંડ નાનો પડે છે એટલે એક હજાર કેલરીનો એક એકમ - કિલોકેલરી વાપરવામાં આવે છે. આ કિલોકેલરી અંગે્રજીમાં ક.ચઅલદ્વરાઇ અથવા કેપિટલ 'સી લખેલ છઅલદ્વરાઇ તરીકે લખાય છે.
આપણે ઘણી વાર અમુક 'કેલરી કો(ન્શયસ લોકોને એવું બોલતાં સાંભળીએ છીએ કે 'ના, હું આઇસ્ક્રીમ નહીં ખાઉં, એમાં ખૂબ કેલરી આવે અથવા તો 'કેલરી ઓછી કરવા માટે મેં તળેલું ખાવાનું છોડી દીધું છે વગેરે...તો અમુક ખોરાકમાં વધુ કેલરી છે અને અમુકમાં ઓછી એવું નકકી કઇ રીતે થાય? ખોરાકનાં ઘટકોમાંથી આપણું શરીર શક્તિ મેળવે છે અને આ શક્તિને આપણે કેલરીના એકમથી માપીએ છીએ. અત્યાર સુધી થયેલા અભ્યાસો જણાવે છે કે માણસને શક્તિ પૂરી પાડી શકે એવાં ત્રણ મુખ્ય ઘટક હોય છે- પ્રોટીન, ચરબી અને શર્કરા.
દર એક ગ્રામ પ્રોટીન કે એક ગ્રામ શર્કરાનું સંર્પૂણ દહન થાય ત્યારે ચાર કિલોકેલરી શક્તિ શરીર મેળવી શકે છે. જ્યારે એક ગ્રામ ચરબીનાં દહનથી આશરે નવ કિલોકેલરી મળે છે, એટલે કે ચરબીમાંથી મળતી કુલ શક્તિ શર્કરા કે પ્રોટીનમાંથી મળતી શક્તિથી બમણાથીય વધારે હોય છે. એટલે જ ઘી, તેલ, તળેલા પદાર્થ, માખણ, મલાઇ, આઈસ્ક્રીમ વગેરે ચરબીયુક્ત પદાર્થો વધુ કેલરી વાળા ગણાય છે.
આ રીતે દરેક ખાદ્ય-પદાર્થનું રાસાયણિક પૃથ્થકરણ કરીને જાણી શકાય છે કે એમાં શક્તિદાયક ચરબી, પ્રોટીન કે શર્કરાનું પ્રમાણ કેટલું છે. આવા પૃથ્થકરણને આધારે દરેક ખાદ્ય-પદાર્થમાંથી કેટલા કીલોકેલરી શક્તિ મળે એનું કોષ્ટક પણ તૈયાર મળે છે. આવું કોષ્ટક વાપરીને રોજ-બરોજની વાનગીમાં આવતી કેલરીનું માપ કાઢી એને આધારે ખોરાકની પસંદગી કરી શકાય. છેલ્લા પાને આપેલ કોષ્ટકની મદદથી માણસ પોતાને માટે અનાજ-કઠોળ, શાકભાજી વગેરેમાંથી મળતી કેલરી, ચરબી, રેસા વગેરે જાણીને યોગ્ય ખોરાકનું આયોજન કરી શકે છે.
જુદી જુદી વાનગીઓમાં રહેલી કેલરી કેવી રીતે ગણવી ?
ખોરાકની જુદી જુદી વાનગીમાં રહેલ કેલરી ગણવા માટે સૌથી પહેલાં એ વાનગી બનાવવાની રીત જોઇએ. એટલે કે એક પ્લેટ વાનગી બનાવવા માટે કેટલા ગ્રામ કઇ-કઇ સામગ્રી જાઇએ એનો અંદાજ કાઢવો પડે. એ પછી આ દરેક પદાર્થની કેલરી કોષ્ટકની મદદથી ગણવી પડે અને પછી દરેક ખાદ્ય-પદાર્થમાં રહેલ કેલરીનો સરવાળો કરી જાણી શકાય કે એક પ્લેટ વાનગીમાં આશરે કેટલી કેલરી મળે. ઉદાહરણ તરીકે, ૨૦ ગ્રામ રોટલી કે જેમાં આશરે ૧૫-૧૭ ગ્રામ ઘઉંનો લોટ (૫૫-૬૦ કિ.કેલરી) અને ૨-૩ ગ્રામ ઘી-તેલ (૨૭ કિ.કેલરી) ૨-૩ ગ્રામ પાણી વપરાય તો કુલ આશરે ૮૦-૯૦ કિ.કેલરી શક્તિ આપે. આ જ પદ્ધતિથી દરેક ખાદ્ય વાનગી માટે કેલરીની ગણતરી થઇ શકે. કેટલીક રોજિંદા વપરાશની વાનગીઓમાંથી મળતી કેલરીનું પ્રમાણ સાથેના કોષ્ટકમાં આપ્યું છે, પરંતુ પ્લેટ-ગ્લાસ વગેરેના આધારે કરેલ આ ગણતરી માત્ર કેલરીનું અંદાજિત પ્રમાણ જણાવી શકે છે. જેનાથી કેલરીનું આશરે પ્રમાણ જાણી શકાય પણ ચોકકસ પ્રમાણ તો દરેક પ્લેટ-ગ્લાસના માપ મુજબ બદલાયા જ કરે છે.
 તૈયાર વાનગીઓમાં કેલરી
વાનગી
વજન
(ગ્રામ)
શક્તિ
(કિ.કેલરી)
કાર્બોહાઇડ્રેટ
(ગ્રામ)
પ્રોટીન
(ગ્રામ)
ચરબી
(ગ્રામ)
રોટલી (ઘી વગર)
૨૫
૯૦
૧૮
૩
૦.૪
રોટલો (ઘી વગર)
૧૦૦
૪૪૦
૬૯.૫
૧૧.૬
૫
ભાખરી (મોણવાળી)
૫૦
૧૬૬
૨૫
૪.૧
૭
પૂરી
૧૫
૭૦
૧૦
૧.૫
૩.૫
ભાત (૧ વાટકી)
૫૦
૧૭૫
૩૯
૩.૪
૦.૩
ખીચડી
૧૦૦
૨૧૫
૪૫.૩
૬.૬
૧.૩
દાળ (૧ વાટકી)
૧૫૦
૮૪
૧૫
૫
૦.૪
કઠોળ (૧ વાટકી)
૫૦
૧૬૯
૨૮
૧૨
૦.૬
શાક (બટાકા)
૧૦૦
૧૪૨
૨૨.૬
૧.૬
૫.૧
શાક (ભીંડા)
૧૦૦
૧૬૧
૧૨.૧
૩.૯
૧૦.૭
શાક (કોબી)
૧૦૦
૯૯
૫.૫
૨.૨
૭.૬
છાશ (૧ ગ્લાસ)
૨૦૦
૩૦
૧
૧.૬
૨.૨
ચા (૧ કપ)
૧૫૦
૭૮
૨.૭
૨.૧
૩.૨
ખાખરો (ઘી સાથે)
૨૫
૧૦૪
૧૫
૧.૬૫
૪.૨
જે રીતે શરીરને મળતી શક્તિનું માપ ખાદ્ય-પદાર્થો દ્વારા મળતી કેલરીથી ગણાય છે એ જ રીતે શરીર દ્વારા વપરાતી શક્તિ વિવિધ ક્રિયાઓ કરવા પાછળ ખર્ચાતી કેલરીથી ગણી શકાય છે.
આપણે કોઇ પ્રવૃત્તિ કર્યા વગર શાંતિથી ઊંઘતા હોઇએ ત્યારે પણ શરીરનું કારખાનું તો ચાલુ જ હોય છે અને આઠ કલાકની ઊંઘ દરમ્યાન આશરે ચારસોથી પાંચસો કિ.કેલરીનો વપરાશ થાય છે. આ ઉપરાંત ઘરે ઉઠ-બેસ, તૈયાર થવામાં, વગેરે જેવાં ખાસ કામ વગરના તબકકામાં પણ આશરે હજાર થી બારસો કિ.કેલરી વપરાય છે અને બાકીના આઠ કલાક (કામના કલાકો) દરમ્યાન કામના પ્રકારને આધારે શક્તિ વપરાય છે. એક સરેરાશ માણસ બેઠાડુ કામ પાછળ આઠ કલાકમાં હજાર થી બારસો કિ.કેલરી ખર્ચે છે. આમ, ચોવીસ કલાક દરમ્યાન એક બેઠાડુ માણસ ૨૦૦૦ થી ૨૪૦૦ કિ.કેલરી જેટલી શક્તિ વાપરે છે.
જુદી જુદી પ્રવૃત્તિઓ પાછળ વપરાતી શક્તિનો સાચો અંદાજ વ્યક્તિના વજન પરથી જ મળી શકે છે. સાથેના કોષ્ટકમાં આશરે ૬૦ કિલોગ્રામ વજનની વ્યક્તિમાં શક્તિ વપરાશનું પ્રમાણ આપેલ છે, જે કસરતના આયોજનમાં ખૂબ ઉપયોગી થઇ શકે છે.
જુદી જુદી પ્રવૃત્તિઓમાં શક્તિ વપરાશ 
ક્રિયા
કિ.કેલરી
/કલાક
ક્રિયા
કિ.કેલરી
/કલાક
સુતાં-સુતાં
૬૦
દાદરા ઉતરતાં
૪૯૦
બેઠાં-બેઠાં
૯૦
દાદરા ચઢતાં
૭૨૦
ઊભાં-ઊભાં
૧૪૦
જોગિંગ (૧૦ કિ.મી./કલાક)
૮૦૦
ગાડી ચલાવતાં
૧૮૦
દોડતાં (૧૬ કિ.મી./કલાક)
૧,૨૬૦
ઘર-કામ
૨૧૦
ડા(ન્સંગ
૪૯૦
લટાર મારતાં / બાગ-કામ
૩૦૦
ટેનિસ
૫૦૦
ચાલતાં (૫.૫ કિ.મી./કલાક)
૩૦૦
તરતાં
૩૬૦
ચાલતાં (૧૦ કિ.મી./કલાક)
૬૦૦
તરતાં (બ્રેસ્ટ સ્ટ્રોક)
૭૮૦
સાઇક્લિંગ (૧૦ કિ.મી./કલાક)
૨૫૦
દોરડાં કુદતાં
૭૮૦
સાઇક્લિંગ (૧૫ કિ.મી./કલાક)
૫૫૦
ફુટબોલ
૭૨૦

શાક-ભાજી-ફળો વગેરે શક્તિ (કેલરી) ઓછી આપે છે,
પરંતુ એમાંથી મળતા વિટામિન્સ, એન્ટિ-ઓકિસડન્ટ અને રેસા
શરીરમાં અવિરતપણે ચાલતી ચયાપચયની પ્રક્રિયા માટે
અને શરીરને રોગોથી બચાવવા માટે ખૂબ જરૂરી છે.

સગર્ભાવસ્થા દરમ્યાન ડાયાબિટીસ

 

 

સગર્ભાવસ્થા દરમ્યાન ડાયાબિટીસ

કેટલીક સ્ત્રીયોમાં સગભાવસ્થા દરમ્યાન જ ડાયાબિટીસની બીમારીનું નિદાન થાય છે. સગભાવસ્થા દરમ્યાન શુગરનાં નિયંત્રણ માટે વધારે ઇન્સ્યુલિનની જરૂર શરીરને પડે છે. વળી, આ અવસ્થામાં વધુ પ્રોટીન અને કાર્બાહાઇડેટની પણ ખોરાકમાં જરૂર ઉભી થાય છે. આ બંને પરિબળોને લીધે જે સ્ત્રીઓને મોટી ઉંમરે ડાયાબિટીસ થવાની શકયતા હોય એ સ્ત્રીઓમાં સગર્ભાવસ્થાના ઉતરાર્ધમાં ડાયાબિટીસ દેખાવાની શકયતા રહે છે. સગર્ભાવસ્થા દરમ્યાન ડાયાબિટીસની બીમારી લાગુ પડે તો કોઇ પણ પ્રકારના બાહ્યલક્ષણો જણાતાં નથી. એટલે દરેક સ્ત્રીમાં છઠ્ઠા અને સાતમા મહિના દરમ્યાન ગમે ત્યારે ૫૦ ગ્રામ ગ્લુકોઝ પીવડાવીને એક કલાક પછી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ માપવું જોઇએ. જોઆ પ્રમાણ ૧૪૦ મિ.ગ્રા.્ર/ડે.લી. કરતાં વધુ આવે તો ભૂખ્યા પેટે ૧૦૦ગ્રામ ગ્લુકોઝ પીને ત્રણ કલાકનો ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ કરાવવોે જોઇએ - જેમાં દર કલાકે લોહીની શુગર માપવામાં આવે છે. જો ડાયાબિટીસ હોવા છતાં સગર્ભાવસ્થા દરમ્યાન એનું નિદાન અને સારવાર ન થાય તો ગર્ભમાં બાળકનું કદ ખૂબ મોટુ (દા.ત. ચાર કિલો ચજનવાળું) થવાની શકયતા રહે શ્વે અને કયાર(ક મૃતજન્મપણ થાય છે. આ ઉપરાંત જન્મ પછી તરત બાળકના શરીરમાં શુગર કે કેલ્શિયમ ઘટી જવાની તકલીફ થાય છે. જો સગર્ભાવસ્થા શરૂ થાય એ પહેલાથી સ્ત્રીને ડાયાબિટીસ હોય તો કસુવાવડ થવાની શકયતા વધી જાય છે. આ ઉપરાંત, જો સગર્ભાસ્ત્રીને કિડનીને ડાયાબિટીસને કારણે નુકસાન થયુ હોય તો ઓછાવજનવાળુ બાળક જન્મે છે અને જન્મ પછી બાળકને ષ્ચાસોેષ્ચાસની તકલીફ થઇ શકે છે.માતાને પણ સગર્ભાવસ્થા દરમ્યાન ડાયાબિટીસ થવાથી આંખનાં પડદા પર નુકસાન થઇ શકે છે; શુગર અચાનક ઘટી જઇને ચકકર આવવાની તકલીફ થાય છે.
સગર્ભાવસ્થા દરમ્યાન નિદાન થયેલ ડાયાબિટીસના દર્દીની સારવાર શરૂઆતમાં માત્ર ખોરાકની પરેજીથી થાય છે. જો ખોરાકમાં પરેજી રાખવા છતાં લોહીમાં શુગરનુ પ્રમાણ ભૂખ્યા પેટે ૧૦૫ મિ.ગ્રા./ડે.લી. કરતાં વધુ અથવા જમીને બે કલાકે ૧૨૦ મિ.ગ્રા./ડે.લી. કરતાં વધુ રહે તો ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન શરૂ કરી દેવા જરૂરી છે. સગર્ભાવસ્થા દરમ્યાન ડાયાબિટીસની સારવાર માટે લોહીમાં શુગર ઘટાડી આપતી ગોળીઓની આડઅસર થતી હોવાથી એનો વપરાશ કરી શકાતો નથી. જેમને અગાઉથી ગોળીઓ ચાલુ હોય એમને પણ સગર્ભાવસ્થા દરમ્યાન ગોળી બંધ કરીને ઇન્સ્યુલિન ચાલુ કરવુ પડે છે.

દર્દીઓ માટે આર્શીવાદરૂપ ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન

દર્દીઓ માટે આર્શીવાદરૂપ ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન
શરીરમાં ગ્લુકોઝના વપરાશ માટે જરૂરી કુદરતી ઇન્સ્યુલિન શું છે ?
આખા દિવસમાં ખોરાકના પાચનમાંથી આશરે ૪૦૦ થી ૫૦૦ ગ્રામ જેટલો ગ્લુકોઝ લોહીમાં પ્રવેશતો હોય છે. ગ્લુકોઝનું લોહીમાં યોગ્ય પ્રમાણ જળવાઇ રહે એ માટે શરીરના ઘણા બધા અવયવો અને અંત:સ્રાવો અવિરત કામ કરતા રહે છે. આંતરડા, લિવર (યકૃત), સ્વાદુ(ંપંડ, સ્નાયુઓ વગેરે અવયવો ગ્લુકોઝના નિયમનમાં કયાંક ને કયાંક ફાળો આપે છે. એ જ રીતે ઇન્સ્યુલિન, ગ્લુકાગોન, એડ્રીનાલીન અને ગ્રોથ હોર્મોન જેવા અંત:સ્રાવો પણ ગ્લુકોઝના નિયમનમાં અગત્યનો ભાગ ભજવે છે.
જયારે ખોરાક વાટે એક સાથે ઘણો બધો ગ્લુકોઝનો જથ્થો લોહીમાં પહોંચે ત્યારે, તરત જ સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન નામનો અંત:સ્રાવ નીકળવા માંડે છે. આ ઇન્સ્યુલિનની અસર શરીરના ઘણા અવયવો પર થાય છે. સૌથી અગત્યની અસર લિવર, સ્નાયુઓ અને ચરબી કોષો પર થાય છે.
સ્વાદુપિંડમાંથી નીકળેલ ઇન્સ્યુલિન લોહીમાં ભળે છે અને આ લોહી સૌથી પહેલાં લિવરમાં પહોંચે છે. એટલે ઇન્સ્યુલિનની અસર પણ સૌથી પહેલાં લિવર પર થાય છે. લિવર, શરીરમાં પહોંચતા ખોરાકના ઘટકોની બેંક જેવું કામ કરે છે. જયારે શરીરમાં ગ્લુકોઝ વધી જાય ત્યારે, વધારાના પૈસા જેમ બેંકમાં જમા થાય એમ, લિવર અને સ્નાયુઓમાં વધારાનો ગ્લુકોઝ જમા થઇ જાય છે. ઇન્સ્યુલિનની અસર હેઠળ, લિવરમાં પહોંચેલ ગ્લુકોઝ, એકબીજા સાથે જોડાઇને ગ્લાઇકોજન બનાવે છે. આ ગ્લાઇકોજનને બેંકમાં આવતી ચલણી નોટોના થપ્પા સાથે સરખાવી શકાય. જેમ જેમ નવા ને નવા ગ્લુકોઝના ઘટકો લિવરમાં આવતા જાય તેમ તેમ ગ્લાઇકોજનરૂપી થપ્પામાં જોડાતા જાય. ઇન્સ્યુલિનની અસરને કારણે નવો ગ્લાઇકોજન બનવા ઉપરાંત હાજર ગ્લાઇકોજનમાંથી ગ્લુકોઝ ફરી છૂટો ન પડવા લાગે એનું પણ ધ્યાન રહે છે.
શરીરના સ્નાયુકોષો અને ચરબીકોષો પર પણ ઇન્સ્યુલિન નોંધપાત્ર અસર કરે છે. આ કોષો (અને શરીરના મોટા ભાગના બધા કોષો) માં ગ્લુકોઝના પ્રવેશ માટે ઇન્સ્યુલિન જરૂરી બને છે. લોહીમાં ઘણો બધો ગ્લુકોઝ ફરતો હોય તો પણ, ઇન્સ્યુલિન ન હોય ત્યારે આ ગ્લુકોઝ શરીરના કોષોમાં જઇ નથી શકતો. કોષો પર ઇન્સ્યુલિન અસર કરે ત્યારે કોષોના ગ્લુકોઝ માટેનાં પ્રવેશદ્વાર પૂરાં ખૂલી જાય છે અને નવાં પ્રવેશદ્વાર બનવા માંડે છે. પપરિણામે લોહીમાંથી ઝડપભેર ગ્લુકોઝનો જથ્થો કોષોમાં ઠલવાય છે. સ્નાયુકોષોમાં, લિવરની જેમ જ, ગ્લુકોઝનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે થાય છે. ચરબીકોષોમાં ગયેલ ગ્લુકોઝ, અન્ય ફેટી એસિડ સાથે જોડાઇને ટ્રાયગ્લીસરાઇડ્સ બનાવે છે, અને એ જ સ્વરૂપે ચરબીકોષોમાં સંઘરાય છે.
આમ, ઇન્સ્યુલિનની અસર હેઠળ, શરીરમાં (ખોરાક લેવાથી) અચાનક વધી ગયેલ ગ્લુકોઝ અને ચરબીના ઘટકો તાત્કાલિક લિવર, સ્નાયુકોષો અને ચરબીકોષોમાં પ્રવેશ અને સંગ્રહ પામે છે. ઇન્સ્યુલિનનો સ્રાવ લોહીમાં ગ્લુકોઝના પ્રમાણ સાથે વધે ઘટે છે. ખોરાકમાં વધુ ગ્લુકોઝ લેવામાં આવ્યો હોય તો ઇન્સ્યુલિન પણ વધુ પ્રમાણમાં ઝરે છે, જે આ ગ્લુકોઝને ઠેકાણે પાડીને જ જંપે છે. લોહીમાં ૧૮૦ મિ.ગ્રા./ડે.લી. કરતાં વધુ પ્રમાણમાં ગ્લુકોઝ જો રહી જાય તો એ ગ્લુકોઝ કિડની વાટે શરીરની બહાર ફંેકાઇ જાય છે પણ એથી ઓછા પ્રમાણમાં ગ્લુકોઝ હોય તો કિડની એક મિ.ગ્રા. ગ્લુકોઝ પણ પેશાબમાં જવા નથી દેતી. ઇન્સ્યુલિનનો સ્રાવ યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં થાય તો તંદુરસ્ત વ્યક્તિમાં કદી ગ્લુકોઝનું પ્રમાણ ૧૮૦-૨૦૦ મિ.ગ્રા./ડે.લી કરતાં વધતું નથી. ગ્લુકોઝ ઉપરાંત પ્રોટીનના પાચનથી મળતા એમિનો અસિડ્સ પણ ઇન્સ્યુલિનનો સ્રાવ વધારે છે. જયારે આંતરડામાં ખોરાકનું પાચન થતું હોય ત્યારે આંતરડામાંથી ઝરતા અંત:સ્રાવો સ્વાદુપિંડની સંવેદનશીલતા વધારવાનું કામ કરે છે જેથી થોડોક પણ ગ્લુકોઝ આંતરડામાંથી લોહીમાં આવે કે તરત ઘણા બધા ઇન્સ્યુલિનનો સ્રાવ શરૂ થઇ જાય.
આમ, લોહીમાં ગ્લુકોઝનું એક ચોકકસ મર્યાદિત પ્રમાણ જાળવી રાખવા માટે શરીરના અનેક અવયવો અને અંત:સ્રાવો અવિરતપણે કાર્યશીલ હોય છે. જો આ કામમાં અવરોધ પેદા થાય તો ડાયાબિટીસ (વધુ શુગર) થી માંડીને 'લો બ્લડશુગર (ઓછી શુગર) જેવા રોગો ઉભા થાય છે

ઇન્સ્યુલિન ઇન્જેકશન આપવામાં શું કાળજી રાખવી?

  ઇન્સ્યુલિન ઇન્જેકશન આપવા માટે સામાન્ય રીતે ૨૫ કે ૨૬ નંબર (ગોજ) ની સોય વાપરવામાં આવે છે. આ સોય પણ વાપરીને ફેંકી દેવાય એવી (ડીસ્પોઝેબલ) અથવા વારંવાર વાપરી શકાય એવી હોય છે. વારંવાર વાપરવાની સોય અથવા સિરીંજને દરેક વપરાશ પહેલાં જંતુમુકત કરવી (ઉકળતા પાણીમાં પંદર મિનિટ સુધી રાખીને ઉકાળવી)ે જરૂરી છે. ઈન્જેકશન આપવાની જગ્યાની ચામડીને પણ સ્પિરિટ લગાવી જંતુમુકત કરવી જરૂરી છે. ઈન્જેકશન આપતી વખતે ચામડીને બે આંગળી વચ્ચે પકડીને ઉંચી કરવી અને પછી સોય ચામડીમાં કાટખૂણે દાખલ કરવી. ચામડીની નીચે જ ઇન્સ્યુલિનનું ઈન્જેકશન આપવાનું હોય છે, માટે સોય વધુ ઊંડી સ્નાયુમાં ન જતી રહે એની કાળજી રાખવી. સોય વધુ ઊંડી સ્નાયુમાં જતી રહે તો ઇન્સ્યુલિન ખૂબ ઝડપથી લોહીમાં ભળી જાય છે અને પરિણામે લોહીમાંથી ગ્લુકોઝનું પ્રમાણ પણ વધુ પડતી ઝડપે ઘટી જાય છે.
 
ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન કયાં મુકી શકાય?
ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન ચામડી નીચે આપવાનું દર્દીએ જાતે જ શીખી લેવું જરૂરી હોય છે. બાવડા, જાંઘ, પેટ કે કુલાની ચામડી નીચે આ ઇન્જેકશન આપી શકાય! જો એકની એક જગ્યાએ ઇન્સ્યુલિનના ઇન્જેકશન વારંવાર આપવામાં આવે તો ત્યાંની ચામડી નીચેની ચરબી નાશ પામે છે. અને ચામડી બેડોળ તથા કડક બની જાય છે. આવું ન થાય એ માટે ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન શરીરના બધા ભાગ ઉપર વારા ફરતી આપ્યા કરવા જોઇએ.
 
 
ડાયાબીટીસની આડઅસરોની સામે દવા કે ઇન્જેકશનની આડઅસરો બહુ ગૌણ છે.
  ઇન્સ્યુલિન ઇન્જેકશનનો સંગ્રહ: ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન લેવામાં જેટલી તકેદારી રાખવી પડે એટલી જ તકેદારી એના સંગ્રહ માટે પણ રાખવી જરૂરી છે. ઇન્સ્યુલિનને લાંબા સમય સુધી સંઘરવા માટે હંમેશા ૪ થી ૮ અંશ સે. જેટલાં તાપમાને રાખવું જોઇએ. ફ્રીઝના ફ્રીઝર/ડીપફ્રીઝ સિવાયના બધા ભાગમાં આવું તાપમાન હોય છે. ભૂલથી પણ ડીપફ્રીઝમાં ઇન્સ્યુલિન મુકી દીધું હોય તો એમાં બરફના કણ થઇ જાય છે અને આવું ઇન્સ્યુલિન નકામું થઇ જાય છે. જે ઇન્સ્યુલિનની બોટલ રોજના વપરાશમાં હોય તેને (ખૂબ વધારે ઠંડી ગરમી બાદ કરતાં) રૂમના તાપમાને છ થી સાત અઠવાડિયાં સુધી રાખી શકાય. પરંતુ જો ખૂબ ઉંચા તાપમાને (દા.ત. રણમાં) ઇન્સ્યુલિન રાખવામાં આવે તો એની અસરકારકતા ઘટી જાય છે અને કયારેક ઇન્સ્યુલિન ઇન્જેકશન લેવા છતાં દર્દી ઇન્સ્યુલિનની અછતથી થતાં કોમ્પ્લિકેશન અનુભવવા લાગે છે.
ઇન્સ્યુલિન ઇંજેકશન લેવા માટેનું પેન જેવું સાધન : ડાયાબિટીસના ઘણા દર્દીઓએ રોજ જાતે ઇન્જેકશન લેવાનાં હોય છે. આ દર્દીઓને ઘણી વખત ઇન્સ્યુલિન બાટલીમાંથી યોગ્ય માત્રામાં સિરીંજમાં ભરવાનું અને પછી હિંમતભેર પોતાના જ શરીરમાં સોય નાખવાનું ફાવતું નથી હોતું. આવા દર્દીઓ માટે છેલ્લા એક-બે વર્ષથી, ઇન્સ્યુલિન આપોઆપ ઇન્જેકટ કરતું પેન જેવુ સાધન નીકળ્યુ છે. આ સાધનમાં, કેટલા યુનીટનું ઇન્જેકશન આપવાનું છે એ વિગત પેન પરના આંકડાઓ એડજસ્ટ કરીને મૂકી દેવાની હોય છે. પેનના પાછળના ભાગમાં ઇન્સ્યુલિનનું રીફીલ હોય છે અને આગળના ભાગમાં બટન દબાવતાંની સાથે પેનમાંથી બહાર નીકળતી સોય હોય છે. એટલે દર્દી, ચામડી સ્પિરિટથી ચોખ્ખી કરીને પછી પેન ચામડી પર ગોઠવી દે છે પછી માત્ર પેનનું બટન દબાવતાની સાથે જરૂરી માત્રામાં ઇન્સ્યુલિન શરીરમાં દાખલ થઇ જાય છે.
આમ, ઓછી પીડા અને ઓછી માથાકૂટે ડાયાબિટીસના દર્દીઓ જાતે જ ઇન્સ્યુલિનનાં ઇંજેકશન લઇ શકે એવું સરળ આ સાધન છે. અલબત્ત એ કિંમતમાં ઘણું મોંઘું છેે.

ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન

સામાન્ય વપરાશ માટેનું ઇન્સ્યુલિન ગાય કે ડુકકરના સ્વાદુપિંડમાંથી મેળવવામાં આવે છે. માનવ ઇન્સ્યુલિન અને પ્રાણીઓના ઇન્સ્યુલિનમાં ઘણું બધું સામ્ય હોય છે. (માત્ર એક કે બે ફરક સિવાય). ડાયાબિટીસના દર્દીઓ જેટલા પ્રમાણમાં વધી રહ્યા છે એ જોતા, એટલા પ્રમાણમાં પ્રાણીઓના સ્વાદુપિંડ મેળવવાનું અશકય થઇ જશે એવું લાગતાં હવે ઇન્સ્યુલિન બનાવવાના નવા નુસ્ખાઓ શરૂ થયા છે. આમાં સફળ થયેલ નુસ્ખો જનીન-ઇજનેરી (જેનેટિક એંજિનીયરીંગ)ની મદદથી બનાવવામાં આવતું માનવ ઇન્સ્યુલિન! જી હા, માનવના ઇન્સ્યુલિનમાં એક પણ ફરક વગરનું ઇન્સ્યુલિન, જેનું ઉત્પાદન બેકટેરિયા કરે છે! બેકટેરિયાના કોષોમાં ઇન્સ્યુલિન બનાવતું જનીન (એનું ડી.એન.એ.) દાખલ કરવામાં આવે છે જેને આધારે બેકટેરિયાઓ માત્ર માનવ-ઈન્સ્યુલીનનું જ ઉત્પાદન કર્યા કરે છે. અત્યારે અન્ય ઇન્સ્યુલિન કરતાં મોઘું મળતું આ માનવ-ઇન્સ્યુલિન સમય જતાં સસ્તું થઇ જશે, કારણ કે હવે બેકટેરિયામાં ઇન્સ્યુલિનની ખેતી મોટા પાયે શરૂ થઇ શકશે. આ રીતે મેળવેલ માનવ-ઇન્સ્યુલિનનો બીજો ફાયદો એ છે કે અન્ય ઇન્સ્યુલિનના પ્રમાણમાં આ પ્રકારના જનીન ઇજનેરીની મદદથી મેળવેલ ઇન્સ્યુલિનમાં અશુદ્ધિનું પ્રમાણ ખૂબ જ ઓછું (નહિવત્) હોય છે. એટલે માનવ-ઇન્સ્યુલિન વધુ શુધ્ધ અને વધુ સબળ હોય છે. ઇન્સ્યુલિન ઇન્જેકશનના પ્રકારો: પ્રાણી કે માનવ ઇન્સ્યુલિન જયારે શુધ્ધ સ્વરૂપે વાપરવામાં આવે ત્યારે એની અસર અડધા કલાકમાં શરૂ થઇ જાય છે અને છ થી આઠ કલાક સુધી રહે છે. જો કે દરેક વ્યક્તિદીઠ અને એક જ વ્યક્તિમાં જુદા જુદા સમય પ્રમાણે ઇન્સ્યુલિનની અસરનો સમય બદલાયા કરે છે. આ સાદું (પ્લેઇન/રેગ્યુલર) ઇન્સ્યુલિન ચામડી નીચે, નસ વાટે કે સ્નાયુવાટે શરીરમાં દાખલ કરી શકાય છે. એ દેખાવમાં પારદર્શક પ્રવાહી જેવું દેખાય છે. સાદા ઇન્સ્યુલિનની અસર માત્ર છ - આઠ કલાક સુધી રહેતી હોવાથી ડાયાબિટીસને કાબૂમાં લેવા માટે દરરોેજ આ ઇન્સ્યુલિનમાં ત્રણથી ચાર ઇન્જેકશન લેવા પડે છે. ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન ઓછાં લેવાં પડે એ માટે સાદાં ઇન્સ્યુલિનના અમુક રસાયણો (પ્રોટીન, ઝીંક) વગેરે ભેળવવામાં આવે છે. તેથી એક વખત ચામડી નીચે આપેલ ઇન્સ્યુલિન ઇન્જેકશનમાંથી ઇન્સ્યુલિન ધીમે ધીમે લોહીમાં ભળે અને તેથી લાંબા સમય સુધી અસરકારક રહે. આપણે ત્યાં લેન્ટે ઇન્સ્યુલિન તરીકે ઓળખાતું દુધિયા રંગનું ઇન્સ્યુલિન આ હેતુ માટે જ વપરાય છે. લેન્ટે ઇન્સ્યુલિનની અસર આશરે એક થી ત્રણ કલાકમાં શરૂ થાય છે. છ થી બાર કલાકમાં એની મહત્તમ અસર જણાય છે અને અઢાર થી ચોવીસ કલાકે એની અસર પૂરી થાય છે. એન.પી.એચ. ઇન્સ્યુલિન તરીકે ઓળખાતું અન્ય એક ઇન્સ્યુલિન પણ લેન્ટે ઇન્સ્યુલિન જેવી અસર કરે છે. આ સિવાય અલ્ટ્રાલેન્ટે અને પી.ઝેડ.આઇ. તરીકે ઓળખાતાં ઇન્સ્યુલિન પણ મળે છે જેની અસર ખૂબ લાંબો સમય ચાલે છે. આ પ્રકારના ઇન્સ્યુલિનની અસર આશરે ચાર થી છ કલાક પછી શરૂ થાય છે અને આશરે અઠ્ઠાવીસ થી છત્રીસ કલાક સુધી એની અસર ચાલુ રહે છે.
આમ, ઇન્સ્યુલિન ઇન્જેકશનના ત્રણ મુખ્ય પ્રકાર છે. (૧) અલ્પકાલીન અસરવાળું - સાદું ઇન્સ્યુલિન (એકટરેપીડ, રેપીડીકા, આઇલેટીન આર.) (૨) મધ્યકાલીન અસરવાળું - લેન્ટે (મોનોટાર્ડ, લેન્ટાર્ડ, ઝીન્સ્યુલીન, આઇલેટીન-એલ) અને એન.પી.એચ. (ઇન્સ્યુલીટાર્ડ, આઇલેટીન એન) ઇન્સ્યુલિન (૩) દીર્ધકાલીન અસરવાળું - અલ્ટ્રાલેન્ટ (હ્યુમીન્સ્યુલીન-યુ.એલ.) અને પી.ઝેડ.આઇ. ઇન્સ્યુલિન. હવે બજારમાં અલ્પકાલીન અને મધ્યકાલિન અસરવાળાં (સાદું અને લેન્ટે) ઇન્સ્યુલિનનું ૩૦:૭૦ના પ્રમાણમાં તૈયાર કરેલ મિશ્રણ (મીક્ષટાર્ડ, રેપીમીક્ષ) મળે છે, જેનાથી જમ્યા પછી તરતનો ગ્લુકોઝ સાદા ઇન્સ્યુલિનથી અને આખા દિવસનો ગ્લુકોઝ લેન્ટે ઇન્સ્યુલિનથી કાબુમાં આવી જાય છે.
ઇન્સ્યુલિન સિરીંજ: દરેક પ્રકારના ઇન્સ્યુલિનનો ઉપયોગ જુદા જુદા હેતુઓ માટે જુદી જુદી પરિસ્થિતિમાં થાય છે. બધા પ્રકારનાં ઇન્સ્યુલિન માટે એક સરખી સિરીંજ વપરાય છે. જે ઇન્સ્યુલિન સિરીંજ તરીકે ઓળખાય છે. આ સિરીંજમાં એક મિ.લી. જેટલું ઇન્સ્યુલિન સમાઇ શકે છે અને સિરીંજ પર સામાન્ય રીતે ચાળીસ કાપા હોય છે. ઈન્સ્યુલીનનાં સામાન્ય વપરાશનાં ઈન્જેકશનોમાં એક મિ.લિ. પ્રવાહીમાં ૪૦ યુનિટ હોય છે. એટલે દરેક ઈન્સ્યુલીન યુનિટ માટે એક કાપો. જેટલા યુનિટ ઇન્સ્યુલિન આપવું પડતું હોય એટલાં કાપામાંથી તે આપવું પડે છે. ઈન્સ્યુલીનના કેટલાંક ઈન્જેકશનોમાં એક મિ.લિ.માં ૪૦ ને બદલે ૮૦ કે ૧૦૦ યુનિટ હોય એવું પણ આવે છે. આવાં વધુ પાવરનાં ઈન્સ્યુલીન ઈન્જેકશન વાપરતાં પહેલાં એના ડોઝ અંગે ડોકટર પાસેથી વિગતે સમજી લેવું જરૂરી છે. હવે એક વખત વાપરીને ફેંકી દેવાય એવી પ્લાસ્ટીકની ડીસ્પોઝેબલ સિરીંજ પણ મળે છે. પરંતુ એ માંેઘી પડતી હોવાથી મોટા ભાગના દર્દીઓ કાચની વારંવાર વાપરી શકાય એવી સિરીંજ જ વાપરે છે.
દવા કે ઈન્જેકશનથી કંઇ ડાયાબીટીસ કાયમ માટે મટી નથી જવાનો.
એટલે દવાઓ, ખોરાકી પરિવર્તનો અને કસરત
કાયમ જિંદગીભર ચાલુ જ રાખવા પડે છે.


































ઇન્સ્યુલિનને શરીરમાં દાખલ કરવાના નવા નુસ્ખાઓ

કેટલાંક દેશોમાં જેટ ઇન્જેકટર તરીકે ઓળખાતી પદ્ધતિ ઇન્સ્યુલિનને શરીરમાં દાખલ કરવા માટે વપરાય છે. આ એક ''સોય વગર અપાતું ઇન્જેકશન છે એવું કહી શકાય. જેટ ઇન્જેકટર દ્વારા ભારે દબાણ હેઠળ ઇન્સ્યુલિનને ચામડીની આરપાર ધકેલવામાં આવે છે. જેટ ઇન્જેકટર દ્વારા અપાયેલ ઇન્સ્યુલિનની અસરકારકતા વધુ હોય છે અને પરિણામે ઓછા ડોઝની જરૂર પડે છે. અલબત્ત, આ પદ્ધતિ પણ ''સોય વગર ઇન્જેકશન આપતી હોવા છતાં, દર્દ તો આપે જ છે અને જેટ ઇન્જેકટરને જંતુમુકત (સ્ટરીલાઇઝ) કરવાનું મુશ્કેલ હોય છે. ઇન્સ્યુલિન ઇન્ફયુઝન પમ્પ તરીકે ઓળખાતી કોમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમ પણ આજકાલ પ્રચલિત બની છે. મોબાઇલ ફોનના કદની આ સિસ્ટમ (પમ્પ) નિયત સમયે ચોકકસ ડોઝમાં ઇન્સ્યુલિન દાખલ કરી આપે છે. શરીરની સાથે બેલ્ટથી બંધાયેલા રહેતા પમ્પમાં લાંબાગાળાના પ્રષ્નો આવે છે. (દા.ત. ચેપ લાગવો, જામ થઇ જવું, ઇન્જેકટ ન થઇ શકવું વગેરે). સૌથી લેટેસ્ટ પમ્પ, ચામડીની નીચે મુકવાની ચીપ જેવો છે, જેમાં કોમ્પ્યુટર અને સેન્સરની મદદથી લોહીમાં રહેલું ગ્લુકોઝનું પ્રમાણ અને એ મુજબ શરીરમાં દાખલ કરવાના ઇન્સ્યુલિનનો ડોઝ નકકી થાય અને એ ડોઝ પ્રમાણે ઇન્સ્યુલિન શરીરમાં દાખલ થાય છે. કૃત્રિમ સ્વાદુપિંડની જેમ જ આ પમ્પ કામ કરે છે. પરંતુ હજી આ પમ્પ સામાન્ય વપરાશ માટે આવ્યો નથી અને એકવાર શરીરમાં મુકયા પછી દોઢ-બે વર્ષે આવો પમ્પ બદલવો પડે છે. ભવિષ્યમાં સસ્તા, સરળ અને સલામત ઇન્સ્યુલિન પમ્પ (કૃત્રિમ સ્વાદુપિંડ) મળતા થઇ જશે તો ડાયાબિટીસના દર્દીઓની માથાકૂટ ઘટી જશે.
ડાયાબિટીસથી બચવું હોય તો શું કરવું?
(૧) વજન નોર્મલથી વધે નહીં એનું ધ્યાન રાખો. આદર્શ વજન બરાબર તમારી મીટરમાં માપેલ ઊંચાઇનો વર્ગ ગુણ્યા એકવીસ. (૨) પેટનો ઘેરાવો થાપાના ઘેરાવા કરતાં ૯૦ ટકાથી ઓછો હોવો જોઇએ. (૩) નિયમિત ૩૦ મિનિટ ચાલવાની કે અન્ય કસરત કરો. (૪) ખોરાકમાં શકય એટલા વધુ રેસાયુકત ખાદ્યપદાર્થો (કઠોળ, શાકભાજી, ફળો અને આખાં ધાન્યો) વાપરો. (૫) મેંદાવાળી, ખાંડવાળી અને ઘી-તેલથી ભરપૂર વસ્તુઓ ખાવાનું શકય એટલું ઓછું કરો. (૬) માનસિક તાણ ન થાય એ પ્રમાણે કામનું આયોજન કરો. નિયમિત યોગ - ધ્યાન અને મનોશાંતિના પ્રયત્નો કરો. (૭) બાળપણના ડાયાબિટીસને અટકાવવા માટે રસીની શોધ ચાલી રહી છે, જે સફળ થાય તો બાળપણના ડાયાબિટીસથી બાળકોને બચાવી શકાશે

 

ડાયાબિટીસમાં વપરાતી દવા - ગોળીઓ


ડાયાબિટીસમાં વપરાતી દવા - ગોળીઓ
જયારે ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન લીધા વગર ડાયાબિટીસને કાબૂમાં રાખવાની ગોળીઓ શોધાઇ ત્યારે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો નોંધાયો!! આ વધારો નોંધાવાનુ કારણ એટલું જ હતું કે ઘણા બધા લોકો ડાયાબિટીસ આવશે તો ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન લેવાં પડશે એવી બીકે ચેકઅપ જ નહોતા કરાવતા, એ બધા લોકોએ ચેકઅપ કરાવી લીધુ અને જેમનામાં ડાયાબિટીસનું નિદાન પાકું થયું એમણે ડાયાબિટીસને કાબૂમાં રાખવાની ગોળી અપનાવી લીધી! અહીં દવાઓની ચર્ચા સામાન્ય જાણકારી માટે જ કરી છે. ડોકટરને પૂછયા વગર કોઇ દવા જાતે લેવી નહીં. ડાયાબિટીસના દર્દીમાં બ્લડશુગર ઘટાડવાનું કામ કરતી આ દવાઓનાં મુખ્ય બે જૂથ છે (૧) સલ્ફોનાઇલયુરિયા અને (૨) બાઇગ્વાનાઇડસ. આજકાલ સલ્ફોનાઇલયુરિયા જૂથની દવાઓનો વપરાશ વધુ થાય છે. સલ્ફોનાઇલયુરિયા જૂૂથની દવાઓ ઘણાં વર્ષોથી શોધાયેલ છે. અને નવી નવી દવાની શોધ થયા જ કરે છે. એટલે આ દવાઓને બીજા બે પેટા જૂથમાં વહેંચવામાં આવે છે - પહેલી પેઢી { First Generation ) અને બીજી પેઢી ( Second Generation ) . પહેલી પેઢીની સલ્ફોનાઇલયુરિયા દવાઓમાં ટોલબ્યુટામાઇડ, કલોરપ્રોપેમાઇડ, ટોલાઝેમાઇડ અને એસિટોહેક્ષેમાઇડનો સમાવેશ થાય છે. બીજી પેઢીની સલ્ફોનાઇલયુરિયા દવાઓમાં ગ્લીપીઝાઇડ (ગ્લુકોટ્રોલ, ગ્લાઇનેઝ), ગ્લીબેન્કલેમાઇડ (ડેઓનીલ, યુગ્લુકોન, ગ્લાઇબોરલ), ગ્લાઇકલેઝાઇડ (ગ્લાઇસીગોન, ડાયામાઇક્રોન) વગેરે આવે છે. પહેલી પઢીની દવાઓ કરતાં બીજી પેઢીની દવાઓ દશથી બસ્સો ગણી વધારે અસરકારક છે! વળી, બીજી પેઢીની દવાઓની આડઅસર પણ પ્રમાણમાં ઓછી છે. આ ફાયદાઓને લીધે ગ્લીબેન્કલેમાઇડ અને ગ્લીપીઝાઇડ જેવી બીજી પેઢીની સલ્ફોનાઇલયુરિયા દવાઓનો વપરાશ વધુ પ્રમાણમાં થાય છે. ગ્લાઇકલેઝાઇડ અને ગ્લીબેન્કલેમાઇડ બંને દવા દિવસમાં માત્ર એક વખત લેવામાં આવે તો પણ આખો દિવસ એની અસર રહે છે. જો કે વધુ ડોઝમાં (બે ગોળીથી વધુ) લેવાની જરૂર પડે ત્યારે દિવસમાં એકને બદલે બે વખત દવા લેવી વધુ હિતાવહ હોય છે.
સલ્ફોનાઇલયુરિયા દવાઓ કઇ રીતે કામ કરે છે?સલ્ફોનાઇલયુરિયા જૂથની દવાની આડઅસર શું છે?
         સલ્ફોનાઇલયુરિયા જૂથની દવા કોને ઉપયોગી છે?

(ડાયાબીટીક કોમા)

 

 

ગ્લુકોઝની મોટી વધઘટને કારણે ઉદભવતી બેભાનાવસ્થા (ડાયાબીટીક કોમા)

ડાયાબિટીસના દર્દીમાં જયારે લોહીમાં રહેલ ગ્લુકોઝ (શુગર) ની મોટી વધઘટ થાય ત્યારે દર્દી બેહોશ થઇ જાય એવું બનતું હોય છે. લોહીમાંથી શુગર ઘટી જવાની સ્થિતિ ''હાઇપોગ્લાઇસેમીયા તરીકે ઓળખાય છે. જયારે લોહીમાં ગ્લુકોઝ વધી જવાની સ્થિતિ ''હાઇપરગ્લાઇસેમીયા તરીકે ઓળખાય છે. સામાન્ય વપરાશમાં ''હાઇપોગ્લાઇસેમીયા માટે ''શુગર લો (ઓછી) થઇ ગઇ છે એવું કહેવાય છે. બાળપણના (ઇન્સ્યુલિન-આધારિત) ડાયાબિટીસમાં શુગર વધી જવાથી ''ડાયાબીટીક કીટોએસિડોસીસ નામની ગંભીર તકલીફ થઇ શકે છે. પુખ્તવયના (ઇન્સ્યુલિન-બિનઆધારિત) ડાયાબિટીસમાં શુગર વધી જવાથી ''હાઇપરઓસ્મોલર કોમા તરીકે ઓળખાતી ગંભીર સ્થિતિ ઉદભવે છે. ગ્લુકોઝની મોટી વધઘટને કારણે ઉદભવતી આ ગંભીર બીમારીઓને વિગતે સમજી લેવી દરેક ડાયાબિટીસના દર્દી માટે આવશ્યક છે. હાઇપોગ્લાઇસેમીયા (લોહીમાં શુગર / ગ્લુકોઝનું ઘટી જવું):- ડાયાબિટીસના દર્દીઓમાં નીચે જણાવેલ કારણોસર શુગર ઘટી જઇ શકે છે:- (૧) બહારથી આપેલ ઇન્સ્યુલિન/દવાનો ડોઝ વધી જવાથી; (૨) દવા લીધા પછી સમયસર ખોરાક ન લેવાથી; (૩) વધુ પડતી કસરત/શ્રમ કરવાથી. ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જવાથી શરીરના કોષોને પોષણ મળવાનું પણ ઘટી જાય છે. માનવ મગજના કોષો પોષણ માટે માત્ર ગ્લુકોઝ અથવા કીટોન બોડીઝ વાપરી શકે છે. જયારે લોહીમાંનું ગ્લુકોઝ અચાનક ઘટી જાય ત્યારે સીધી અસર મગજના કોષોના કાર્ય પર થાય છે. જો તાત્કાલિક અસરથી લિવરમાં નવેસરથી ગ્લુકોઝનું ઉત્પાદન શરૂ ન થાય તો મગજના કોષો કાર્ય કરતા બંધ થઇ જાય છે જેને લીધે બેભાનાવસ્થા (કોમા) ની સ્થિતિ આવે છે.
મગજને ગ્લુકોઝ ઓછો પહોંચે તો શરૂઆતના તબકકામાં ચકકર આવે, માથું દુ:ખે, માથું ખાલી ખાલી લાગે, આંખે ઝાંખપ વળે, અંધારાં આવે, વિચારશક્તિ ક્ષીણ થવા માંડે, ઝીણવટભર્યુ કામ કરવાની ક્ષમતા જતી રહે, મગજમાં ગુંચવાડા ઉદભવે, અસામાન્ય-વિચિત્ર વર્તણૂક થાય, ખેંચ આવે અને છેવટે બેભાનાવસ્થા આવી જાય. આ લક્ષણોની સાથોસાથ જ (લોહીમાં ગ્લુકોઝ વધારવાના આંતરિક પ્રયત્નને લીધે) પરસેવો થઇ જાય, હાથ પગ પાણી પાણી થઇ જાય, ધ્રુજારી આવે, હ્રદયના ધબકારા વધી જાય, ચિંતા-વ્યાકુળતા જણાય અને ભૂખ લાગવાનો અહેસાસ થાય.
ઇન્સ્યુલિન લેનારાઓ અને લાંબા સમય સુધી અસર કરે એવી ગ્લુકોઝ ઘટાડવાની દવા લેનારાઓમાં આ રીતે અચાનક ગ્લુકોઝ ઘટી જવાની શકયતા સૌથી વધારે રહે છે. આવી તકલીફ થાય અને દર્દી બેભાન થઇ જાય તો તાત્કાલિક એને સારવાર મળી રહે એ હેતુથી દરેક દર્દીએ પોતાનું નામ- સરનામુ, ફોન નંબર; ડોકટરનું નામ-સરનામુ, ફોન નંબર; તથા ''મને ડાયાબિટીસની બીમારી છે. જો હું વિચિત્ર વર્તણુંક કરતો હોઉં કે બેભાન હોઉં તો તરત જ મને ડોકટર પાસે લઇ જવા વિનંતી એવુ લખાણ ધરાવતું કાર્ડ કાયમ પોતાની પાસે રાખી મૂકવું જોઇએ.
જો શુગર ઘટી જવાની તકલીફને શરૂઆતના તબકકામાં જ પારખી લેવામાં આવે તો દર્દી પોતે જ એનો ઇલાજ કરી શકે છે. ચકકર કે પરસેવાની શરૂઆત થાય કે તરત જ ખાંડ નાખેલ દૂધ કે અન્ય પ્રવાહી પી લેવું જરૂરી છે. જેવી ખાંડ શરીરમાં જશે કે તરત જ આ તકલીફો ઓછી થઇ જશે. સાથે સાથે કંઇક નકકર ખોરાક / નાસ્તો પણ લઇ લેવો જોઇએ જેથી થોડા સમય પછી પાછી તકલીફ ન થાય. જો દર્દી બેહોશ થઇ ગયો હોય તો એવા દર્દીને મોં વાટે કંઇ આપવાનો પ્રયત્ન કરવાને બદલે તાત્કાલિક હોસ્પિટલ ભેગો કરવો જોઇએ જયાં નસમાં ગ્લુકોઝના ઇન્જેકશન / બાટલા આપીને દર્દીની જિંદગી બચાવી શકાય.
ડાયાબીટીક કીટોએસિડોસીસ:- સામાન્ય રીતે બાળપણથી જ શરૂ થઇ જતા ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસમાં આ પ્રકારનું કોમ્પ્લિકેશન થાય છે. જયારે શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય અને ગ્લુકાગોન નામના અન્ય અંત:સ્રાવનું પ્રમાણ વધી જાય ત્યારે આવી તકલીફ ઉદભવે છે. સામાન્ય રીતે કોઇ ચેપ લાગવાથી, ઓપરેશન કરાવવાથી કે માનસિક તાણને કારણે અચાનક જ કીટોએસિડોસીસની શરૂઆત થાય છે. ઘણા દર્દીઓ પોતાની ઇચ્છા પ્રમાણે અચાનક જ ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન લેવાનું બંધ કરી દે ત્યારે પણ ડાયાબીટીક કીટોએસિડોસીસની તકલીફ થાય છે.
કીટોએસિડોસીસમાં દર્દીના શરીરમાં ગ્લુકોઝ અને કીટોન બોડીઝનું પ્રમાણ ખૂબ વધી જાય છે, જેને કારણે ઉલટી-ઉબકા, બેચેની, ભૂખ મરી જવી, વારંવાર વધુ પ્રમાણમાં પેશાબ જવું, ખૂબ તરસ લાગવી, મોં-ગળુ સૂકાવાં, શ્વાસોશ્વાસ ઝડપી ચાલવા વગેરે અનેક તકલીફો થાય છે અને છેવટે દર્દી બેભાન થઇ જાય છે. દર્દીના લોહી-પેશાબની તપાસમાં ગ્લુકોઝ વધી ગયેલ જણાય અને 'એસિટોન ની હાજરી જણાય.
આ તકલીફમાં, દર્દીને દાખલ કરીને તાત્કાલિક સલાઇનના બાટલાઓ તથા ઇન્સ્યુલિનના ઇન્જેકશનો આપવામાં આવે છે. ડાયાબીટીક કીટોએસિડોસીસને લીધે બેહોશી ઉપરાંત પેટની તકલીફ પણ ઉદભવે છે. ઉલ્ટી થવી, પેટ ફુલવું, કબજિયાત થવી, ઉલ્ટીમાં લોહી નીકળવું વગેરે તકલીફો કેટલાક દર્દીમાં જોવા મળે છે. હ્રદયની ગતિમાં અનિયમિતતા, હ્રદયના પમ્પીંગમાં ઘટાડો, હાર્ટ ફેઇલ્યર કે હાર્ટ એટેકની શકયતા પણ કીટોએસિડોસીસ દરમ્યાન વઘી જાય છે. નિયમિત ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન લેવાની કાળજી ત્ાથા શારીરિક-માનસિક તાણની સ્થિતિમાં તાત્કાલિક ડોકટરની સલાહ લેવાથી આ કોમ્પ્લિકેશનને થતું જ અટકાવી શકાય છે.
હાઇપર-ઓસ્મોલર કોમા :- પુખ્તવયના ડાયાબિટીસમાં લોહીની અંદર ગ્લુકોઝનું પ્રમાણ ખૂબ જ વધી જાય ત્યારે ''હાઇપર-ઓસ્મોલર કોમા ની તકલીફ ઉદભવે છે. લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ૫૦૦-૭૦૦ મિ.ગ્રા./ડે.લી. કરતાં પણ વધી જાય ત્યારે પેશાબ વાટે ખૂબ મોટા પ્રમાણમાં ગ્લુકોઝ અને પાણી નીકળી જાય છે. પરિણામે, શરીરની અંદર પાણીનું પ્રમાણ ઘટી જાય છે; દર્દીના હોઠ-મોં-ગળું સુકાવા લાગે છે; શરીર ઠંડુ થવા લાગે; બી.પી. ઘટવા માંડે; નસોની અંદર લોહીનું પરિભ્રમણ ધીમું થઇ જાય અને કયારેક નસની અંદર જ લોહી ગંઠાવાની પ્રક્રિયા શરૂ થઇ જાય છે.
મગજમાંથી પ્રવાહી ઘટી જવાથી વિચારશક્તિ મંદ પડવા લાગે છે, ગુંચવાડા ઉદભવે છે અને કયારેક ખેંચ પણ આવે છે. જો તાત્કાલિક યોગ્ય સારવાર ન મળે તો દર્દી બેહોશ થઇ જાય છે. એક વાર દર્દી બેહોશ થઇ જાય પછી બચવાની શકયતા પચાસ ટકાથી ઓછી રહે છે. આવા દર્દીને હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરી સલાઇનના બાટલા ઝડપભેર ચઢાવવા પડે છે. શરીરમાં કોઇપણ જાતનો બેકટેરિયાનો ચેપ હોય તો યોગ્ય એન્ટિબાયોટિકની મદદથી એની સારવાર કરવી પડે છે.
આમ, ડાયાબિટીસના દર્દીઓમાં ગ્લુકોઝની મોટી વધઘટ ઘણા દર્દીઓને બેભાનાવસ્થામાં ધકેલી દે છે. આવું ન થાય એ માટે નિયમિત દાકતરી તપાસ કરાવવી જરૂરી છે. એ ઉપરાંત સૌથી વધુ કાળજી દવા / ઇન્જેકશનો નિયમિતપણે લેવાની રાખવી જોઇએ. દવા કે ઇન્જેકશન લીધા પછી સમયસર ખોરાક લેવાનું યાદ રાખવું જોઇએ. ગ્લુકોઝ ઘટાડવાની દવા / ઇન્જેકશન લીધા પછી ખોરાક લેવાનું ભૂલી જનાર કે ઉપવાસ કરનારાઓ જાણી જોઇને ઉપાધિ વ્હોરી લે છે.
શરીરમાં શુગર ઘટી જાય તો ચકકર આવે, માથુ ખાલી લાગે, પરસેવો થઇ જાય, હાથ પગ પાણી પાણી થઇ જાય, ધ્રુજારી આવે, હ્રદયના ધબકારા વધી જાય, આંખે અંધારા આવે, મગજમાં ગુંચવાડા ઉદભવે, ખેંચ અને છેવટે બેભાનાવસ્થા આવે.

ડાયાબિટીસને ઓળખવો કઇ રીતે

 

ડાયાબિટીસને ઓળખવો કઇ રીતે ?

ડાયાબિટીસને ઓળખવો સહેલો નથી. ઘણાં લોકોને ડાયાબિટીસ થયા પછી ઘણા વર્ષો બાદ જાણ થાય છે કે તેમને ડાયાબિટીસની બીમારી છે. ડાયાબિટીસનાં લક્ષણો અને કોમ્પ્લિકેશન્સ એના પ્રકાર પ્રમાણે બદલાય છે. ઈન્સ્યુલીન આધારિત (ટાઇપ-૧) ડાયાબિટીસ બાળપણમાં (દશ-પંદર વર્ષની વયે) દેખા દે છે અને જલદીથી ઓળખાઇ જાય છે. જયારે ઇન્સ્યુલિન બિનઅધારિત (ટાઇપ-૨) ડાયાબિટીસ પુખ્તવયે (ચાળીસેક વર્ષની વયે) થાય છે અને મોડેથી ઓળખાય છે. આ બંને પ્રકારના ડાયાબિટીસના લક્ષણો સરળતા ખાતર જુદા જુદા વર્ણવ્યા છે પણ એમાં ઘણા અપવાદ હોઇ શકે.
બાળપણના ડાયાબિટીસનાં લક્ષણોે: લક્ષણોની સાદી સમજણ મળે એ હેતુથી અહીં એક દર્દીની વાત નામ બદલીને લખી છે: બાર વર્ષનો બંકિમ દિવસે દિવસે સૂકાતો જતો હતો. કાયમ રમતગમતમાં આગળ રહતો બંકિમ, છેલ્લાં બે મહિનાથી રમવાનું બહુ પસંદ નહોતો કરતો. થોડુંક દોડતાં થાક લાગી જતો હતો. સ્કૂલમાં પણ ભણવામાં ચિત્ત નહોતું લાગતું. વારંવાર ચાલુ કલાસે એકીપાણી માટે રજા લેવી પડતી હતી. પહેલાં કદી ચાલુ કલાસે વર્ગખંડ ન છોડનાર વિદ્યાર્થી અચાનક બગડી કેમ ગયો એ જ કોઇને નહોતું સમજાતું. કલાસમાં બીજા વિદ્યાર્થીઓથી પાછળ રહેવા લાગ્યો એટલે સાહેેબે બંકિમની મમ્મીને બોલાવીને વાત કરી કે તમારો છોકરો ભણવામાં ધ્યાન નથી આપતો, વારંવાર એકીપાણી માટે રજા માગ્યા કરે છે. . . વગેરે.
આ સાંભળી મમ્મીની ચિંતામાં ઓર વધારો થયો. મમ્મી પણ જોતી હતી કે રાત્રે વારંવાર બંકિમ પેશાબ કરવા માટે ઉઠતો. મમ્મી રોજ ટોકતી કે વધુ પાણી ન પીવું. પણ બંકિમને તરસ એટલી લાગતી કે પાણી પીધા વગર રહી ન શકે. સૌથી વધુ નવાઇ તો એની મમ્મીને એ બાબતની લાગી કે બંકિમનો ખોરાક પહેલાં કરતાં વધ્યો હતો! રોજ કકડીને ભૂખ લાગતી અને પેટ ભરીને બંકિમ ખાતો એ છતાં એનું વજન વધવાને બદલે ઘટતું જતું હતું.
જયારે એક દિવસ અચાનક બંકિમને ભારે તાવ આવ્યો અને સાથેસાથે બંકિમ બેહોશ થઇ ગયો ત્યારે મમ્મી ઢીલી થઇ ગઇ અને બંકિમને ડોકટર પાસે લઇ ગઇ. ડોકટરે બધી વાત સાંભળી. બંકિમનો પેશાબ અને લોહીનો રીપોર્ટ જોઇને એમની આંખો પહોળી થઇ ગઇ. બંકિમના લોહી અને પેશાબમાં એટલી બધી શુગર (ગ્લુકોઝ) હતી કે બંકિમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન આપવા પડયા. બંકિમને ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસ થયો હતો.
બંકિમની જેમ બીજા અનેક લોકોને આવો ડાયાબિટીસ થાય છે. જેનાં મુખ્ય લક્ષણો છે વધુ પડતો પેશાબ થવો, વધુ ભૂખ અને તરસ લાગવી તથા થાક લાગવા ે. અમુક લોકોમાં આ લક્ષણો ધીમે ધીમે વરસે વરસે વધતા ક્રમમાં દેખાય છે. તો બીજા કેટલાક લોકોમાં બે-ચાર મહિનામાં બધાં જ લક્ષણો દેખા દે છે. આ બધાં લક્ષણો દેખાવાનું એક જ મુખ્ય કારણ હોય છે લોહીમાં ગ્લુકોઝનો ભરાવો. ઇન્સ્યુલિનના અભાવે લોહીમાં રહેલ ગ્લુકોઝ કોષમાં જઇ નથી શકતો. જેને લીધે કોષો ભૂખ્યા મરે છે, શરીર સૂકાતું જાય છે. વધારાનો ગ્લુકોઝ કિડની વાટે પેશાબમાં નીકળી જાય છે એને શરીર બહાર કાઢવા માટે શરીરનું પાણી પણ વધુ પ્રમાણમાં નીકળી જાય છે જેથી ખૂબ તરસ લાગે છે.
બાળપણના ડાયાબિટીસના દર્દીઓ ઘણી વાર કીટોએસિડોસીસ તરીકે ઓળખાતા જીવલેણ કોમ્પ્લિકેશન સાથે જ પહેલ વહેલાં નિદાન પામે એવું પણ બંકિમની જેમ ઘણાં કિસ્સામાં બનતું હોય છે. આ કોમ્પ્લિકેશન અંગે વિગતે પાના નં - ૨૩ પર ચર્ચા કરી છે. કોઇક બીમારી કે ઓપરેશન પછી ડાયાબિટીસની તપાસ આ કોમ્પ્લિકેશનને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવે છે.
પુખ્તવયના ડાયાબિટીસનાં લક્ષણો: લક્ષણોની સાદી સમજણ મળે એ હેતુથી અહીં એક દર્દીની વાત નામ બદલીને લખી છે: મુંબઇ નિવાસી મંગળાબેન ખાધેપીધે સુખી હતાં. બંગલો-ગાડી-નોકર-રસોઇયા બધું હાજર. સવારે ઉઠીને નાસ્તા-જમવાની સૂચના આપીને નિરાંતે સોફામાં બેઠાં બેઠાં સહેલીઓ સાથે ફોનમાં ગપાટા માર્યા કરે. કીટી પાર્ટી, રીસેપ્શન બર્થડે પાર્ટી વગરેમાં સમય કયાં નીકળી જાય એ જ ખબર ન પડે. ત્રીસેક વર્ષની ઉંમરે એમનું વજન આશરે પચાસેક કિલો હતું તે અત્યારે પચાસ વર્ષની ઉંમરે પંચોતેર કિલો સુધી પહોંચી ગયું હતું.
ગયા મહિને ગાડીમાં બેસવા જતાં પગમાં જરાક પતરું ઘસાયું હતું અને થોડો ભાગ છોલાઇ ગયો હતો. મામૂલી વાગેલું એટલે ખાસ ધ્યાન ન આપ્યું. પણ એક અઠવાડિયે જયારે મટયું નહીં ત્યારે ફેમિલી ડોકટર પાસેથી ઘા પર લગાડવાનો મલમ લઇ આવ્યા. મલમ લગાવવા છતાં જયારે રૂઝ ન આવી ત્યારે ડોકટરે તેમને લોહી-પેશાબ ટેસ્ટ કરાવવાનું કહયું. ટેસ્ટનો રીપોર્ટ જોઇને ડોકટરની શંકા પાકી થઇ - મંગળાબેનને ડાયાબિટીસ હતો!
ડોકટરે મંગળાબેનને સમજાવ્યું કે તમને ડાયાબિટીસની બીમારી કેટલાં વખતથી હશે એ કહેવું મુશ્કેલ છે. તમને વગાડયું એટલો પતરાનો આભાર માનો કે જેથી ડાયાબિટીસનું નિદાન જલ્દી શકય બન્યું, નહીં તો હજી બે - ચાર વર્ષ આમને આમ જતાં રહ્રાા હોત અને આંખ કે ચેતાતંતુઓ પર ભારે નુકસાન થયા પછી જ કદાચ ડાયાબિટીસની જાણ થઇ શકી હોત.
મંગળાબેનની જેમ જ ઘણા પુખ્તવયના ડાયાબિટીસના દર્દીઓમાં ડાયાબિટીસનું નિદાન આકસ્મિક જ થતું હોય છે. કેટલાક દર્દીઓમાં રૂટીન લેબોરેટરી તપાસ વખતે જ અચાનક ડાયાબિટીસની જાણ થાય એવું બને છે તો અન્ય કેટલાક દર્દીઓમાં ડાયાબિટીસનાં લાક્ષણિક ચિહનો - વધુ પડતા તરસ, ભૂખ, થાક અને વધુ પેશાબ થવો તથા ઘા ન રુઝાવો વગેરે ડાયાબિટીસના નિદાન તરફ આંગળી ચીંધે છે. આની સામે અમુક દર્દીઓમાં જયારે ડાયાબિટીસના લાંબા ગાળાનાં કોમ્પ્લિકેશન થાય ત્યારે જ ડાયાબિટીસની જાણ થાય એવું બને છે. ન રૂઝાતો ઘા; ચામડી અને યોનિમાર્ગમાં વારંવાર થતાં ચેપ (ખાસ કરીને ફંગલ ઇન્ફેકશન); હાથ-પગના અમુક ભાગમાં વારંવાર કે કાયમી ખાલી ચડવી, ઝણઝણાટી કે બળતરા થવી; થાક લાગવો; આંખમાં અંધાપો આવવો કે ઝાંખપ વળવી વગેરે કેટલાંક વારંવાર જોવા મળતાં કોમ્પ્લિકેશનના લક્ષણો છે. આ બધા લક્ષણોના ડાયાબિટીસ સિવાયનાં બીજાં અનેક કારણો હોઇ શકે. એટલે માત્ર લક્ષણોને આધારે જ વ્યક્તિને ડાયાબિટીસ છે કે નહીં તે કહી શકાતું નથી. યોગ્ય લેબોરેટરી તપાસ કરાવાથી જ ડાયાબિટીસનું ચોકકસ નિદાન થઇ શકે છે.
પુખ્તવયના ડાયાબીટીસના જુના દર્દીમાં દેખાતા લક્ષણો:-
           ઘા ન રૂઝાવો
          થાક લાગવો
          વારંવાર પેશાબ થવો
          પેશાબમાં ચેપ લાગવો
          ચામડી, કાન અને યોનિમાર્ગમાં વારંવાર ચેપ (ખાસ કરીને ફંગલ ઇન્ફેકશન) લાગવો
          ખાલી ચડવી, ઝણઝણાટી કે બળતરા થવી
         આંખમાં અંધાપો આવવો કે ઝાંખપ વળવી
         ખાધા પછી પેટમાં ભાર થઇ જવો.

પુખ્તવયે (ટાઇપ-૨) ડાયાબિટીસ થવાનું કારણ શું?પુખ્તવયે (ટાઇપ-૨) ડાયાબિટીસ થવાનું કારણ શું?

 

પુખ્તવયે (ટાઇપ-૨) ડાયાબિટીસ થવાનું કારણ શું?

બહુ સામાન્ય રીતે જોવા મળતો પુખ્તવયનો ડાયાબિટીસ (જે ટાઇપ-૨ ડાયાબિટીસ તરીકે ઓળખાય છે) શા કારણે થાય છે એ હજી સુધી ચોકકસપણે જાણી શકાયુ નથી. સંભવિત કારણોની ચર્ચા નીચે કરી છે. (૧) વારસાગત :  
આ ડાયાબિટીસ એક જ કુટુંબના ઘણા સભ્યોમાં જોવા મળે છે પરંતુ એનો વારસો કોને મળશે અને કોને નહિ એ હજી સુધી ચોકકસપણે જાણી શકાયું નથી.  યુવાન વયે ટાઇપ-૨ ડાયાબિટીસ થાય તો એ MODY (Maturity Onset diabetes of Young) તરીકે ઓળખાય છે. આ પ્રકારના ડાયાબિટીસ ચોકકસપણે વંશપરંપરાગત જોવા મળે છે. ત્રણ પેઢીઓ સુધી આ રોગ સીધો ઉતરી આવેલ જોવા મળે છે. બે સમાન જોડિયા બાળકમાં જો એકને ટાઇપ-૨ ડાયાબિટીસ થાય તો બીજાને સો ટકા એ થાય જ્ર! ડાયાબિટીસના દર્દીના ભાઇબહેનોમાંથી ચાળીસ ટકાને અને બાળકોમાંથી તેત્રીસ ટકાને ડાયાબિટીસ થાય જ છે. માનવકોષમાં રહેલ ક્રોમોઝોમ્સ (રંગસૂત્ર) ની ૧૧મી જોડમાં ખામી હોય તો ડાયાબિટીસ થાય છે.
(૨) ઉંમર :
ટાઇપ-૨ ડાયાબિટીસ ચાળીસ વર્ષથી મોટી ઉંમરના લોકોમાં વધુ પ્રમાણમાં જોવામાં આવે છે. ઉંમર વધવાની સાથે મોટાભાગની વ્યક્તિઓમાં ગ્લુકોઝનું નિયંત્રણ ઘટતુ જાય છે. ઉંમરના દર દાયકાએ ભૂખ્યા પેટે માપવામાં આવતા લોહીના ગ્લુકોઝમાં ૧-૨ મિ.ગ્રા./ડે.લી. જેટલો વધારો થાય છે અને જમ્યા પછીના લોહીમાં આ વધારો હજી મોટો હોય છે. ઉંમરની સાથોસાથ ઇન્સ્યુલિનની કામગીરીમાં અવરોધ (રેઝીસ્ટંટ) વધતો જાય છે. એટલે જેટલા ઇન્સ્યુલિનથી પહેલાં લોહીનો ગ્લુકોઝ નિયંત્રણમાં રહેતો હતો એટલું ઇસ્યુલીન ઉંમર વધતાં ઓછું પડેે છે. આવું થવા પાછળ નીચે જણાવેલ ઘણાં પરિબળો કામ કરતા હોય છે:
(૧) ઉંમરની સાથે શરીરમાં થતો ચરબીનો ભરાવો અને સ્નાયુઓનો ઘટાડોે.
(૨) ઉંમરને કારણે શારીરિક શ્રમમાં થતો ઘટાડો.
(૩) ઉંમરની સાથે થતાં ખોરાકમાં અમુક પરિવર્તનો (શક્તિના વપરાશ કરતાં વધુ ખોરાક) ઇન્સ્યુલિન રેઝીસ્ટંસ માટે જવાબદાર બની શકે છે.
(૪) છેલ્લે, કેટલીક દવાઓ - બ્લડપ્રેશર માટે વપરાતી ડાઇયૂરેટીકસ, ઇસ્ટ્રોજન, સ્ટીરોઇડ્સ, એન્ટીડીપ્રેસન્ટ દવાઓ - વગેરે ગ્લુકોઝના નિયંત્રણમાં ખલેલ પહોંચાડી શકે છે. અને ઘણા વૃદ્ધો કોઇને કોઇ કારણે આ જાતની દવા લેતા હોય છે.
આમ, વધતી ઉંમર ટાઇપ-૨ ડાયાબિટીસ કરવા માટે ઘણાં કારણો પૂરા પાડે છે.
(૩) મેદસ્વીતા :
પુખ્તવયની વ્યક્તિઓમાં વજન વધવાની સાથે ડાયાબિટીસ થવાની શકયતાઓ પણ વધતી જાય છે. મેદસ્વીતાનું પ્રમાણ નકકી કરવા માટે બોડી માસ ઇન્ડેક્ષ તરીકે ઓળખાતો સ્કેલ માપ વપરાય છે. વ્યક્તિના વજન (કિલોગ્રામમાં) ને એની ઊંચાઇ (મીટરમાં) ના વર્ગથી ભાગવાથી બોડી માસ ઇન્ડેક્ષની ગણતરી થઇ શકે છે. તંદુરસ્ત વ્યક્તિનો ઇન્ડેક્ષ ૨૭ થી વધારે નથી હોતો. જે વ્યક્તિમાં બોડીમાસ ઇન્ડેક્ષ ૪૦ કે તેથી વધારે હોય તે વ્યક્તિને ડાયાબિટીસ થવાની શકયતાા નોર્મલ ઇન્ડેક્ષવાળી વ્યક્તિ કરતાં ત્રણ ગણી વધી જાય છે! પરંતુ આ મેદસ્વીતાનું ડાયાબિટીસ સાથેનું સગપણ માનવવંશ ( RACE ) સાથે બદલાય છે. પીમા ઇન્ડીયન નામના વંશના મેદસ્વી લોકોમાં જેટલા પ્રમાણમાં ડાયાબિટીસ છે તેની કરતાં સોમાં ભાગનો ડાયાબિટીસ અમેરિકન વ્હાઇટસ વંશમાં છે.
બીજા એક અભ્યાસ મુજબ માત્ર મેદસ્વીતા જ નહીં પણ શરીરમાં વધારાની ચરબીની જગ્યાને આધારે ડાયાબિટીસ થવાની શકયતા બદલાય છે. પેટની આસપાસ વધુ પડતી ચરબી ધરાવનાર વ્યક્તિના કોષો પર ઇસ્યુલીનની અસર ખૂબ ઓછી થાય છે. એટલે, જે વ્યક્તિના પેટની આસપાસ વધુ ચરબી જમા થઇ હોય એ વ્યક્તિમાં ડાયાબિટીસ થવાની શકયતા વધુ રહે છે. (જયારે પગ, સાથળ કે પીઠના નીચેના ભાગે જમા થયેલ ચરબીથી ડાયાબિટીસ થવાની શકયતા વધતી નથી.)
(૪) બેઠાડુ જીવન : વ્યક્તિનું જીવન જેટલું બેઠાડુ એટલી ડાયાબિટીસ થવાની શકયતાઓ વધારે રહે છે. કસરતથી ઇન્સ્યુલિનની અસરકારકતામાં વધારો થાય છે. એથ્લેટ્સ (કસરતબાજો) ના શરીરના કોષો ઇન્સ્યુલિનની બહુ ઓછી માત્રાથી ગ્લુકોઝ નિયમનનુ કામ કરી લે છે. જયારે બેઠાડુ જીવન જીવનાર વ્યક્તિઓને ગ્લુકોઝ નિયમન માટે વધુ માત્રામાં ઇન્સ્યુલિન જોઇએ છે. જેમ જેમ વ્યક્તિ ધનવાન થતો જાય છે તેમ તેમ એની ખાવા પીવા ઊઠવા બેસવાની આદતોમાં કંઇક એવા પરિવર્તનો આવે છે કે જેને કારણેે ડાયાબિટીસ થવાની શકયતા વધતી જાય છે. ગાામડાઓમાં અને ગરીબ વિસ્તારોમાં રહેતા ભારતીયોમાંથી આશરે એક ટકા લોકો ડાયાબિટીસનો ભોગ બને છે. મુંબઇ, કલકત્તા જેવાં મોટાં શહેરોમાં વસતા ભારતીયોમાંથી બે ટકા લોકો ડાયાબિટીસનો શિકાર બને છે. જયારે પરદેશમાં વસતા ભારતીયોમાંથી ચાર ટકા લોકોને ડાયાબિટીસની બીમારી લાગુ પડે છે.
(૫)અન્ય પરિબળો :
શરીરના અન્ય અંત:સ્રાવો (એડ્રીનાલીન, સ્ટીરોઇડ, ગ્લુકાગોન, ગ્રોથ હોર્મોન વગરે) નું પ્રમાણ વધી જાય ત્યારે એમની ઇન્સ્યુલિન વિરોધી અસરોને લીધે ગ્લુકોઝ નિયમન ખોરવાઇ જાય છે અને ડાયાબિટીસની બીમારી દેખા દે છે. એ જ રીતે કેટલીક દવાઓ (ડાઇયુરેટીકસ, ગર્ભનિરોધક ગોળીઓ, સ્ટીરોઇડ્સ વગેરે) શરીરમાં છુપાયેલ ડાયાબિટીસને છતો કરવામાં ભાગ ભજવી શકે છે.
માનસિક તાણને કારણે પણ ડાયાબિટીસ થવાની શકયતા વધી જાય છે. માનસિક તાણને કારણે શરીરમાં ઇન્સ્યુલિન-વિરોધી અંત:સ્રાવોનું પ્રમાણ વધી જાય છે અને ઇન્સ્યુલિનનુ ઉત્પાદન ઘટી જાય છે જેને પરિણામે લાહીમાં શુગર વધવા લાગે છે.
ઘણા દર્દીઓમાં ડાયાબિટીસ કરવા માટે એક કરતાં વધારે કારણો જવાબદાર હોય છે. ડાયાબિટીસની બંદૂકમાં ગોળી ભરવાનું કામ વારસાગત (જનીનિક) પરિબળો કરે છે. જયારે બંદૂક ફોડવાનું કામ રહેણી-કરણી (બાહ્ય પરિબળો) કરે છે. હજી સુધી કોઇ એક ચોકકસ કારણ
બધા દર્દીઓને લાગુ નથી પડી શકતું અને મોટા ભાગનાં દર્દીઓમાં ડાયાબિટીસનું કારણ છેક સુધી અજાણ જ રહે છે